News of Thursday, 12th March 2026
હાર્દિકે તિરંગા સાથે અયોગ્ય વ્યવહાર કર્યો હતોઃ એફઆઇઆરની માંગ

નવી દિલ્હીઃ ફાઈનલમાં ભારતની ભવ્ય જીત બાદ મેદાન પર ઉજવણી દરમિયાન રાષ્ટ્રધ્વજના કથિત અપમાનને લઈને હાર્દિક સામે પૂણેના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પૂણેના વકીલ વાજિદ ખાને આ અંગે અરજી આપીને FIR નોંધવાની માંગ કરી છે.
૫ીટીઆઇ રિપોર્ટ મુજબ, વકીલ વાજિદ ખાને આરોપ લગાવ્યો છે કે જીત બાદ મેદાન પર ઉજવણી કરતી વખતે હાર્દિક પંડ્યાએ તિરંગાને પોતાના શરીર પર લપેટી લીધો હતો અને તેની સાથે અયોગ્ય વ્યવહાર કર્યો હતો. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે આ કૃત્ય રાષ્ટ્રધ્વજની ગરિમાની વિરુદ્ધ છે અને દરેક નાગરિકની ફરજ છે કે તે તિરંગાનું સન્માન જાળવે. પૂણે પોલીસે પુષ્ટિ કરી છે કે તેમને આ અંગેની અરજી મળી છે, જોકે હાલ તપાસ ચાલુ હોવાથી વધુ વિગતો જાહેર કરી નથી.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
