તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Tuesday, 24th February 2026
કરો યા મરોઃ ભારતે બન્ને મેચો મોટી માર્જીનથી જીતવી પડશે
સાથે જ એવી પ્રર્થના કરવી પડશે કે દક્ષિણ આફ્રિકા વેસ્ટઇન્ડિઝને હરાવેઃ ગ્રુપ ટેબલમાં ભારત ત્રીજા ક્રમે

નવી દિલ્હીઃ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬માં વેસ્ટ ઈન્ડિઝની ટીમ અત્યારે ફુલ ફોર્મમાં જોવા મળી રહી છે. ઝિમ્બાબ્વેને ધૂળ ચટાડ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝરન રેટમાં ઉછાળો આવ્યો છે. આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝ ગ્રુપ-એના પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે અને ભારત માટે મુશ્કેલીઓ વધારી દીધી છે.
ઝિમ્બાબ્વે સામેની પ્રચંડ જીત બાદ વેસ્ટ ઈન્ડિઝનો નેટ રન રેટ ૅ૫.૩૫ પર પહોંચી ગયો છે. દક્ષિણ આફ્રિકા બીજા ક્રમે ધકેલાઇ ગયું છે. ભારત અને સાઉથ આફ્રિકા બંને માટે હવે આ પડકાર ઘણો મોટો થઈ ગયો છે. ભારત માટે ચિતાની વાત એ છે કે દક્ષિણ આફ્રિકા સામેની પહેલી મેચ ૭૬ રને હાર્યા બાદ ભારતનો રન રેટ -૩.૮ છે. જોકે, ઝિમ્બાબ્વે ૧૦૭ રને હારતા તે ભારતથી નીચે ફેંકાયું છે, પણ ભારત હજુ સુરક્ષિત નથી. સુપર-૮ માંથી જ બહાર થવાની તલવાર ટીમ ઈન્ડિયા પર લટકી રહી છે.
સુપર-૮ માં ૮ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપની ટોપ-૨ ટીમો જ સેમીફાઈનલમાં પ્રવેશશે. અત્યારે બંને ગ્રુપમાં સ્થિતિ કંઈક આવી છે.
જેમાં ગ્રુપ-૧ વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા પ્રથમ બે ક્રમ પર છે. જ્યારે ભારત ત્રીજા અને ઝિમ્બાબ્વે ચોથા ક્રમે છે. ગ્રુપ-૨ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન ટોપ-૨માં છે.
ભારતે સેમિફાઈનલમાં પહોંચવું હોય તો ૨૬ ફેબ્રુઆરીએ ઝિમ્બાબ્વે અને ૧ માર્ચે વેસ્ટ ઈન્ડિઝ સામેની બંને મેચો મોટા માર્જિનથી જીતવી પડશે. સાથે જ એવી પ્રાર્થના કરવી પડશે કે ૨૬ ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકા વેસ્ટ ઈન્ડિઝને હરાવે.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
