તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Sunday, 25th January 2026
કિંગ કોહલી હવે RCB ના 'માલિક' બનશે? અનુષ્કા શર્માનો રૂ.400 કરોડનો માસ્ટર પ્લાન અને રણબીર કપૂરની એન્ટ્રીથી ખળભળાટ!
મેદાન પર બેટિંગ અને હવે બોર્ડરૂમમાં બિઝનેસ: ડિયાજિયો ગ્રુપ માર્ચ 2026 સુધીમાં હિસ્સો વેચશે, અનુષ્કા શર્મા 3% ભાગીદારી માટે તૈયાર પણ BCCI ના 'કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ'ના નિયમો વિરાટ માટે બની શકે છે મોટો અવરોધ

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો થવા જઈ રહ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Rરૂ.CB) ના ફેન્સ માટે આ સમાચાર કોઈ સરપ્રાઈઝથી ઓછા નથી, કારણ કે ટીમની માલિકીના માળખામાં જબરો ફેરફાર થવાના સંકેત મળ્યા છે. હાલમાં RCB ની માલિકી ધરાવતી દિગ્ગજ કંપની ડિયાજિયો (Diageo) માર્ચ 2026 સુધીમાં પોતાની ભાગીદારી વેચીને બહાર નીકળવાની તૈયારી કરી રહી છે. આ તકનો લાભ લેવા માટે બોલિવૂડ અને બિઝનેસ જગતના માંધાતાઓ લાઈનમાં છે, જેમાં સૌથી મોટું નામ વિરાટ કોહલીની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્માનું સામે આવ્યું છે.
ફાઇનાન્સિયલ એક્સપ્રેસના અહેવાલો મુજબ, અનુષ્કા શર્મા RCB માં 3% હિસ્સો ખરીદવા માટે અંદાજે રૂ.400 કરોડનું રોકાણ કરવા ઈચ્છે છે. જો આ ડીલ પાર પડે છે, તો વિરાટ કોહલી માત્ર ટીમનો સ્ટાર ખેલાડી જ નહીં, પણ પરોક્ષ રીતે તેનો 'કિંગ મેકર' અને માલિક પણ બની જશે. આ સમાચાર વાયુવેગે ફેલાતા ક્રિકેટ પ્રેમીઓમાં ચર્ચા જાગી છે કે શું કોહલી હવે ક્રિકેટ છોડીને બિઝનેસ પર ધ્યાન આપશે? જોકે, હાલમાં તે શાનદાર ફોર્મમાં છે, પરંતુ અનુષ્કાનો આ બિઝનેસ મૂવ ભવિષ્યમાં કોહલી પરિવારનું વર્ચસ્વ આઈપીએલ પર સ્થાપિત કરી શકે છે.
રોમાંચ અહીં જ પૂરો નથી થતો, કારણ કે બોલિવૂડના 'રોકસ્ટાર' રણબીર કપૂર પણ મેદાનમાં ઉતર્યા છે. રણબીર આ ફ્રેન્ચાઇઝીમાં 2% હિસ્સો ખરીદવા માટે રૂ.300 થી રૂ.350 કરોડ ખર્ચવા તૈયાર હોવાની ચર્ચા છે. આ ઉપરાંત, વેક્સિન કિંગ આદર પૂનાવાલા પણ આ રેસમાં સામેલ છે. જો આ તમામ સેલિબ્રિટીઝ ભેગા મળે, તો RCB માત્ર એક ક્રિકેટ ટીમ નહીં પણ ગ્લેમર અને પાવરનું સૌથી મોટું કેન્દ્ર બની જશે. જોકે, આ આખી ડીલના કેન્દ્રમાં અત્યારે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની જોડી છે, જેમના માટે આ રોકાણ ભાવનાત્મક અને આર્થિક રીતે ખૂબ મહત્વનું છે.
સૌથી મોટો પ્રશ્ન BCCI ના કડક નિયમોનો છે. 2007 માં બનેલા નિયમ મુજબ, કોઈપણ સક્રિય ખેલાડી તે લીગની ટીમમાં હિસ્સો ધરાવી શકે નહીં. વિરાટ કોહલી હજુ રમી રહ્યો છે, ત્યારે તેની પત્નીના નામે રોકાણ કરવાથી 'કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ' એટલે કે હિતોના ટકરાવનો મુદ્દો ઊભો થઈ શકે છે. શું BCCI એક સક્રિય ખેલાડીના પરિવારને આ મંજૂરી આપશે? જો બોર્ડ લીલી ઝંડી આપે છે, તો આઈપીએલના ઈતિહાસમાં આ પહેલીવાર બનશે કે કોઈ ખેલાડી જે ટીમ માટે રમે છે, તે જ ટીમનો તે માલિક પણ હોય.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
