તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Thursday, 25th December 2025
લિસ્ટ એ ક્રિકેટમાં સ્વસ્તિક સમાલની બેવડી સદી
વિજય હજારે ટ્રોફીમાં વધુ એક રેકર્ડઃ ઓડીસાના ઓપનરે ર૧ ચોગ્ગા, ૮ છગ્ગા સાથે બેવડી ફટકારી, છતા પોતાની ટીમને જીત ન અપાવી શકયો

નવી દિલ્હીઃ વિજય હજારે ટ્રોફીના પહેલા દિવસે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા અનુભવી ખેલાડીઓ સાથે ઘણાં યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ યાદીમાં એક નામ ઓડિશાના સ્વસ્તિક સમાલનું છે. વિજય હજારે ટ્રોફી ૨૦૨૫-૨૬ના પહેલા દિવસે રોહિત-કોહલી અને વૈભવ સૂર્યવંશી સહિત ૨૨ ખેલાડીઓએ સદી ફટકારી હતી, જેમાં સ્વસ્તિક સમાલ એકમાત્ર બેટર હતો જેણે પોતાની સદીને બેવડી સદીમાં ફેરવી હતી. ઓડિશાના આ ઓપનરે સૌરાષ્ટ્ર સામે ૨૧૨ રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોકે, તેમ છતાં તેની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
સ્વસ્તિક સમાલ લિસ્ટએ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર ઓડિશાનો પહેલો બેટર બન્યો. ઓડિશા માટે અગાઉનો સૌથી મોટો દાવ ૧૪૫ રનનો હતો. તેણે ૫૩ બોલમાં પોતાની અડધી સદી અને ૧૦૪ બોલમાં પોતાની પહેલી લિસ્ટ એ સદી પૂરી કરી. તેની ઇનિંગનો અંત ૨૧૨ રનના વ્યક્તિગત સ્કોર સાથે થયો, જેમાં ૨૧ ચોગ્ગા અને ૮ છગ્ગાનો સમાવેશ થાય છે.
સ્વસ્તિક સમાલ હવે વિજય હજારે ટ્રોફીમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવનાર સંયુક્ત ચોથો બેટર બની ગયો છે, તેણે યશસ્વી જયસ્વાલના રેકોર્ડને તોડી નાખ્યો છે. સમાલે ૨૦૧૯માં ગોવા સામે અણનમ ૨૧૨ રન ફટકારીને સંજુ સેમસન સાથે પણ જોડાયો હતો. વિજય હજારે ટ્રોફીમાં સૌથી વધુ ઇનિંગ્સનો રેકોર્ડ નારાયણ જગદીશને ૨૦૨૨માં અરુણાચલ પ્રદેશ સામે ૨૭૭ રન બનાવ્યા હતા.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
