<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

અક્ષર પટેલ વા.કેપ્‍ટનઃ ગિલની બાદબાકી : કિશન અને રિન્‍કુ ટીમમાં

ટી ૨૦ વર્લ્‍ડકપ ૨૦૨૬ માટે ટીમ ઇન્‍ડિયાની જાહેરાત : જીતેશ શર્મા પણ બહાર, સંજુ સેમસન કરશે વિકેટકીપીંગઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓ

નવી દિલ્‍હીઃ આઇસીસી મેન્‍સ ટી૨૦ વર્લ્‍ડ કપ ૨૦૨૬ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમની પસંદગી માટે મુખ્‍ય પસંદગીકાર અજિત અગરકરના નેતૃત્‍વમાં ભારતીય પસંદગીકારોની એક બેઠક મુંબઈમાં યોજાઈ હતી. જે બાદ ૧૫ સભ્‍યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયા અને કેપ્‍ટન સૂર્યકુમાર યાદવે પ્રેસ કોન્‍ફરન્‍સમાં હાજરી આપી હતી.

જેમાં અક્ષર પટેલને પ્રમોશન મળ્‍યું છે તેને વાઇસ કેપ્‍ટન બનાવવમાં આવ્‍યો છે. જયારે તાજેતરમાં શાનદાર ફોર્મ બતાવનાર ઇશાન કિશન અને રીન્‍કુસિંહ પણ ટીમમાં વાપસી થઇ છે. જયારે ટીમ મેનેજમેન્‍ટ શુભમન ગિલને બહાર રાખી એક ચોંકાવનારો નિર્ણય લીધો છે.

ટી૨૦ વર્લ્‍ડ કપનું આયોજન ભારત અને શ્રીલંકા સંયુક્‍ત રીતે કરશે. આ ટુર્નામેન્‍ટ ૭ ફેબ્રુઆરીથી શરૂ થવાની છે અને ફાઇનલ ૮ માર્ચે યોજાવાની છે. આ ટુર્નામેન્‍ટ માટે ડિફેન્‍ડિંગ ચેમ્‍પિયન ભારતને ગ્રુપ એમાં મૂકવામાં આવ્‍યું છે, જેમાં યુનાઇટેડ સ્‍ટેટ્‍સ ઓફ અમેરિકા (USA), નામિબિયા, નેધરલેન્‍ડ્‍સ અને પાકિસ્‍તાનનો પણ સમાવેશ થાય છે.

ટીમ ઈન્‍ડિયા તેની ગ્રુપ મેચો ચાર અલગ અલગ સ્‍ટેડિયમમાં રમશે. ભારતીય ટીમની ગ્રુપ મેચો અરુણ જેટલી સ્‍ટેડિયમ (દિલ્‍હી), વાનખેડે સ્‍ટેડિયમ (મુંબઈ), આર. પ્રેમદાસા સ્‍ટેડિયમ (કોલંબો) અને નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમ (અમદાવાદ) ખાતે યોજાશે.ટી ૨૦ વર્લ્‍ડકપ ૨૦૨૬ માટે ટીમ ઇન્‍ડિયાઃ સૂર્યકુમાર યાદવ (કેપ્‍ટન), અક્ષર પટેલ (વાઈસ-કેપ્‍ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્‍યા, શિવમ દુબે, (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને વોશિંગ્‍ટન સુંદર, રિકુસિંહ, ઈશાન કિશન.

 

(3:37 PM IST)