તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Tuesday, 16th December 2025
હું આઉટ ઓફ ફોર્મ નથી : સૂર્યા
સૂર્યા અને ગિલ ટી-ર૦ વર્લ્ડકપ પહેલાની સિરિઝમાં આપણને મેચ જીતાડશે : અભિષેક શર્મા

નવી દિલ્હી : વર્લ્ડ કપ ર૦ર૬ પહેલા ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલા સૂર્યકુમાર યાદવે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. તે કહે છે કે ‘હું નેટસમાં ખૂબ સારી બેટીંગ કરી રહ્યો છું. જયારે રન આવવાના હશે ત્યારેઆવશે. હું આઉટ ઓફ ફોર્મ નથી. મને લાગે છે કે આ રમત તમને ઘણું શીખવે છે. તમે કેવી રીતે કમબેક કરો છો એ વધુ મહત્વનું છે.'
સાઉથ આફ્રિકા સામેની ટી-ર૦ સિરિઝની ત્રણ મેચમાં કેપ્ટન સૂર્યા ૧ર પાંચ અને ૧ર રન જ કરી શકયો છે. ર૦૧પમાં તેની બેટીંગ એવરેજ ૧૪.ર૦ રહી છે. જે એના ર૦ર૧ ના ડેબ્યુથી અત્યાર સુધી સૌથી ઓછી છે. તે ર૦ મેચની ૧૮ ઇનિંગ્સમાં એક પણ ફિફટી વગર ર૧૩ રન કરી શકયો છે.
સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ ટી-ર૦ વર્લ્ડ કપ અને એ પહેલાની સિરિઝમાં આપણને મેચ જીતાડશે. મને શરૂઆતથી જ તેમના પર વિશ્વાસ છે અને મને આશા છે કે દરેક જણ ખૂબ ટૂંક સમયમાં તેમના પર વિશ્વાસ કરશે. તેમ અભિષેક શર્માએ જણાવ્યું હતું
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
