News of Wednesday, 26th November 2025
રોહતકમાં નેશનલ બાસ્કેટ બોલ પ્લેયર ઉપર પોલ પડયો : મોત

રોહતક : રાષ્ટ્રીય બાસ્કેટ બોલ ખેલાડીનું પ્રેકટીસ દરમિયાન અચાનક પોલ પડતા મોત થયું છે. હોસ્પીટલ ખાતે ડોકટરોએ ૧૭ વર્ષીય હાર્દિક રાઠીને મૃત જાહેર કરેલ. હાર્દિક ૩ સબ જુનીયર અને ૧ નેશનલમાં રમી ચુકયો હતો અને બાસ્કેટ બોલ ફેડરેશન ઓફ ઇન્ડીયાની ઇન્દોર એકેડેમીમાં પસંદગી પામ્યો હતો.
પ્રેકટીસ દરમિયાન જંપ કરતા વખતે બાસ્કેટ બોલનો પોલ હાર્દિક ઉપર પડયો હતો. અન્ય ખેલાડીઓએ તેને તુરંત હોસ્પીટલ સારવાર માટે પહોંચાડયો હતો પણ અહીં તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
