News of Wednesday, 12th November 2025
અર્શદીપ નવી મર્સીડીઝ જી-વેગનકાર સાથે સોશીયલ મીડિયામાં છવાયો

નવી દિલ્હીઃ યંગ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ નવી મર્સિડીઝ જી-વેગન કાર ખરીદીને સોશ્યલ મીડિયા પર છવાઈ ગયો છે. ત્રણથી ચાર કરોડ રૂપિયાની આ કાર સાથે તેણે શાનદાર ફોટોશૂટ કરાવ્યું હતું. મધ્ય પ્રદેશમાં જન્મેલો આ પંજાબી ક્રિકેટર પોતાના ઘરની બહાર નવીનક્કોર કાર પાર્ક કરીને ઍના પર બેસીને ગર્વથી ફોટો પડાવતો જોવા મળ્યો હતો. તેનાં મમ્મી-પપ્પા સહિત ફેમિલીના સભ્યો હાજર રહ્ના હતા. ૨૬ વર્ષનો અર્શદીપ સિંહ ભારતનો નંબર વન ટી૨૦ બોલર છે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
