<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

ક્રિકેટ જગત શોકમગ્નઃ ઓસ્‍ટ્રેલિયામાં પ્રેક્‍ટિસ દરમિયાન ગાર્ડન પર બોલ વાગવાથી ૧૭ વર્ષીય યુવા ક્રિકેટર બેન ઓસ્‍ટિનનું દર્દનાક મળત્‍યુ

દુર્ઘટના સમયે તેણે હેલ્‍મેટ પહેર્યુ હોવા છતાં, બોલ ગરદનના ભાગે વાગ્‍યો

નવી દિલ્‍હી, તા.૩૦: ઓસ્‍ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં એક અત્‍યંત દુઃખદ ઘટના ઘટી છે. માત્ર ૧૭ વર્ષીય ઉભરતો ક્રિકેટર બેન ઓસ્‍ટિન, નેટ પ્રેક્‍ટિસ દરમિયાન બોલ વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયો હતો, જે બાદ હોસ્‍પિટલમાં તેનું મળત્‍યુ નીપજ્‍યું હતું. દુર્ઘટના સમયે તેણે હેલ્‍મેટ પહેર્યું હોવા છતાં, બોલ ગરદનના ભાગે વાગ્‍યો હતો. આ ઘટનાએ ૧૦ વર્ષ પહેલા ફિલ હ્યુજીસના મળત્‍યુની યાદો તાજી કરાવી દીધી છે.

ઓસ્‍ટ્રેલિયન ક્રિકેટ સમુદાય ફરી એકવાર આઘાતમાં છે. મેલબોર્નના ફર્નટ્રી ગલી ક્રિકેટ ક્‍લબનો ૧૭ વર્ષીય પ્રતિભાશાળી ખેલાડી બેન ઓસ્‍ટિન મંગળવારે પ્રેક્‍ટિસ સેશનમાં ભાગ લઈ રહ્યો હતો. તે નેટ્‍સમાં હેલ્‍મેટ પહેરીને ઓટોમેટિક બોલિંગ મશીનનો સામનો કરી રહ્યો હતો, ત્‍યારે એક બોલ અણધારી રીતે ઉછળીને તેના માથા અને ગરદનના વચ્‍ચેના ભાગે જોરથી અથડાયો હતો.

બોલ વાગતા જ બેન મેદાન પર ઢળી પડ્‍યો હતો. તેને ગંભીર હાલતમાં તાત્‍કાલિક મોનાશ મેડિકલ સેન્‍ટરમાં દાખલ કરવામાં આવ્‍યો હતો, જ્‍યાં ડોક્‍ટરોએ તેને બચાવવાના તમામ પ્રયાસો કર્યા. પરંતુ, બુધવારે મોડી રાત્રે (ગુરુવારે સવારે) તેણે અંતિમ શ્વાસ લીધા.

બેનના ક્‍લબ, ફર્નટ્રી ગલી ક્રિકેટ ક્‍લબે એક ભાવનાત્‍મક નિવેદન જારી કરીને કહ્યું કે, આપણે એક અદ્ભુત યુવાન અને સ્‍ટાર ક્રિકેટર ગુમાવ્‍યો છે, અમે સંપૂર્ણપણે ભાંગી પડ્‍યા છીએ.

આ દુર્ઘટનાએ વર્ષ ૨૦૧૪ માં શેફિલ્‍ડ શિલ્‍ડ મેચ દરમિયાન ઓસ્‍ટ્રેલિયન બેટ્‍સમેન ફિલ હ્યુજીસના મળત્‍યુની દર્દનાક સ્‍મળતિઓને તાજી કરી દીધી છે, જેનું મળત્‍યુ પણ ગરદન પર બોલ વાગવાથી થયું હતું.

(3:15 PM IST)