તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Sunday, 19th October 2025
રોહિતની પ૦૦ મી ઇન્ટરનેશનલ મેચઃ દિગ્ગજો સાથે થયો સામેલ
અગાઉ સચિન, વિરાટ, ધોની તથા દ્રવીડ આ સિધ્ધી મેળવી ચુકયા છે

પર્થઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થના ઓપ્ટસ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી પ્રથમ વનડે મેચમાં ભારતીય પુર્વ કેપ્ટન રોહિત શર્માએ પોતાની કારકિર્દીમાં એક ઐતિહાસિક માઈલસ્ટોન હાંસલ કરી. રોહિતે પોતાની 500મી આંતરરાષ્ટ્રીય મેચ રમીને ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં નવો અધ્યાય ઉમેર્યો છે. તે આ સિદ્ધિ મેળવનાર પાંચમો ભારતીય ક્રિકેટર બન્યો છે. તેની પહેલા સચિન તેંડુલકર (664), વિરાટ કોહલી (551), એમ.એસ. ધોની (535) અને રાહુલ દ્રવિડ (504)એ આ સિદ્ધિ મેળવી હતી.
રોહિત શર્માએ 2007માં આયર્લેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તેમણે ભારતીય ક્રિકેટને અનેક અવિસ્મરણીય ક્ષણો ભેટ આપી છે. Test, ODI અને T20 ત્રણેય ફોર્મેટમાં તેમનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે. મર્યાદિત ઓવરના ક્રિકેટમાં તેમના નામે ત્રણ બેવડી સદી છે — જે કોઈપણ બેટ્સમેન માટે એક દુર્લભ સિદ્ધિ ગણાય છે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
