તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 15th September 2025
ગુજરાતી પ્લેયર્સનો ધમાકોઃ ત્રણેયની આગવી બોલિંગથી પાકિસ્તાન ઘૂંટણિયે
આ ત્રણેય બોલરોએ પાક.ની અડધી ટીમને પેવેલીયન ભેગી કરી દીધી

નવી દિલ્હીઃ એશિયા કપ ૨૦૨૫ની મોસ્ટ આવેટેડ અને હાઇ વોલ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાનને ધોબી પછાડ હાર આપી છે. ગઇકાલે પાકિસ્તાનની ટીમને ખૂબ ખરાબ રીતે ભારત સામે હારનો સામનો કરવો પડ્યો. ગ્રુપ સ્ટેજની મેચમાં ભારતે પાક. ને ૭ વિકેટથી હરાવ્યું. બેટિંગ અને બોલિંગ બંનેમાં ઇંડિયન પ્લેયર્સનો દબદબો રહ્યો. ઓવરઓલ આખી ટીમ ઈન્ડિયાએ ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું.
પાકિસ્તાનની અડધી ટીમને પેવેલિયન ભેગી કરવાનો શ્રેય ગુજરાતી પ્લેયર્સને જાય છે. ગઇકાલની મેચમાં હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહે પાક. ટીમને બૂમ પડાવી દીધી. હાર્દિક પંડ્યાએ પહેલી ઓવરનો પહેલો બોલ વાઈડ ફેંક્યો. બીજા બોલ પર તેણે સૈમ અયુબની વિકેટ લીધી. અયુબનો કેચ જસપ્રીત બુમરાહે લીધો.
મેચની બીજી ઓવરમાં બુમરાહે મોહમ્મદ હારિસને પંડ્યાના હાથે કેચ કરાવ્યો અને ભારતને બીજી સફળતા અપાવી.બુમરાહે શરૂઆતથી જ યોર્કર્સ અને બાઉન્સર બોલથી કરી. જેને રમવામાં પાકિસ્તાની બેટર્સ હાંફી ગયા.
અક્ષરે આઠમી ઓવરના ચોથા બોલ પર ઝમાનને તિલક વર્માના હાથે કેચ કરાવ્યો. ૧૦મી ઓવરના છેલ્લા બોલ પર અક્ષરે કેપ્ટન સલમાન અલી આગાને અભિષેક શર્માના હાથે કેચ કરાવ્યો.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
