તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Thursday, 4th September 2025
એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 માં ભાગ લેનારી તમામ 8 ટીમોનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું : UAE ની ટીમ મુહમ્મદ વસીમના નેતૃત્વમાં એશિયા કપમાં રમશે
આવતા વર્ષે ભારત અને શ્રીલંકામાં યોજાનાર T20 વર્લ્ડ કપની તૈયારીઓની દ્રષ્ટિએ આ ટુર્નામેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહી હોવાથી ઉત્સાહ

નવી દિલ્હી તા.૪
એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 માં ભાગ લેનારી તમામ 8 ટીમોનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુરુવારે (4 સપ્ટેમ્બર) સંયુક્ત આરબ અમીરાત (UAE) એ પણ આ ટુર્નામેન્ટ માટે પોતાની ટીમ જાહેર કરી છે. UAE ની ટીમ મુહમ્મદ વસીમના નેતૃત્વમાં એશિયા કપમાં રમશે. એશિયા કપ 9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન સંયુક્ત આરબ અમીરાતના બે શહેરો, અબુ ધાબી અને દુબઈમાં રમાશે. આ વખતે આ ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાશે. આવતા વર્ષે ભારત અને શ્રીલંકામાં યોજાનાર T20 વર્લ્ડ કપની તૈયારીઓની દ્રષ્ટિએ આ ટુર્નામેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહી છે.
એશિયા કપમાં 8 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ-A માં ભારત, ઓમાન, પાકિસ્તાન અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રુપ-B માં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, હોંગકોંગ અને શ્રીલંકાની ટીમો છે. બંને ગ્રુપમાંથી ટોચની 2-2 ટીમો સુપર ફોર તબક્કામાં પ્રવેશ કરશે. ત્યારબાદ સુપર-ફોર તબક્કાની ટોચની 2 ટીમો વચ્ચે ટાઇટલ મેચ રમાશે.
અહીં જુઓ તમામ 8 દેશોની ટીમો:
ભારતીય ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), હર્ષિત રાણા, રિંકુ સિંહ.
અફઘાનિસ્તાન: રાશિદ ખાન (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝદરાન, દરવિશ રસૂલી, સેદીકુલ્લાહ અટલ, અઝમતુલ્લા ઉમરઝાઈ, કરીમ જનાત, મોહમ્મદ નબી, ગુલબદ્દીન નાયબ, શરાફુદ્દીન અશરફ, મોહમ્મદ ઈશાક, મુજીબ ઉર રહેમાન, અલ્લાહ ગઝનફર, નૂર અહેમદ, ફરીદ મલિક, નવીન ઉલ હક, ફઝલહક ફારૂકી.
બાંગ્લાદેશ: લિટન દાસ (કેપ્ટન), તન્જીદ હસન, પરવેઝ હુસૈન ઈમોન, સૈફ હસન, તૌહિદ હૃદયોય, જેકર અલી અનિક, શમીમ હુસૈન, કાઝી નુરુલ હસન સોહન, મહેદી હસન, રિશાદ હુસૈન, નસુમ અહેમદ, મુસ્તાફિઝુર રહેમાન, તનઝીમ હસન સાકિબ, તસ્કીન અહેમદ, શોરીફુલ ઈસ્લામ, મોહમ્મદ સૈફુદ્દીન.
હોંગકોંગ: યાસીન મુર્તઝા (કેપ્ટન), બાબર હયાત, ઝીશાન અલી, નિઝાકત ખાન, નસરુલ્લા રાણા, માર્ટિન કોએત્ઝી, અંશુમાન રથ, કલ્હક માર્ક ચલ્લુ, આયુષ આશિષ શુક્લા, મોહમ્મદ એજાઝ ખાન, અતીક ઉલ રહેમાન ઈકબાલ, કિંચિત શાહ, આદિલ મહમૂદ, હારૂન મોહમ્મદ અરશદ, અલી હસન, શાહિદ વાસીફ, ગઝનફર મોહમ્મદ, મોહમ્મદ વાહીદ, અનસ ખાન, એહસાન ખાન.
ઓમાન: જતિન્દર સિંહ (કેપ્ટન), હમ્માદ મિર્ઝા, વિનાયક શુક્લા, સુફિયાન યુસુફ, આશિષ ઓડેદરા, આમિર કલીમ, મોહમ્મદ નદીમ, સુફિયાન મહમૂદ, આર્યન બિશ્ત, કરણ સોનાવલે, ઝિક્રિયા ઈસ્લામ, હસનૈન અલી શાહ, ફૈઝલ શાહ, મોહમ્મદ ઈમરાન, નદીમ ખાન, શકીલ અહેમદ, સમય શ્રીવાસ્તવ.
પાકિસ્તાનઃ સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહેમદ, ફહીમ અશરફ, ફખર ઝમાન, હરિસ રઉફ, હસન અલી, હસન નવાઝ, હુસૈન તલત, ખુશદિલ શાહ, મોહમ્મદ હરિસ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર, સાહિબજાદા ફરહાન, સૈમ અયુબ, સલમાન મિર્ઝા, શાહીન આફ્રિદી, સુફયાન મુકીમ.
શ્રીલંકા: ચરિથ અસલંકા (કેપ્ટન), પથુમ નિસાન્કા, કુસલ મેન્ડિસ, કુસલ પરેરા, નુવાનીડુ ફર્નાન્ડો, કામિન્દુ મેન્ડિસ, કામિલ મિશ્રા, દાસુન શનાકા, વાનિન્દુ હસરાંગા, દુનિથ વેલાલાગે, ચમિકા કરુણારત્ને, મહેશ થિક્ષાના, દુષ્મંથા ચમીરા, બિનુરા ફર્નાન્ડો, નુવાન તુશારા, મથીશા પાથિરાના.
સંયુક્ત આરબ અમીરાતઃ મુહમ્મદ વસીમ (કેપ્ટન), અલીશાન શરાફુ, આર્યનશ શર્મા, આસિફ ખાન, ધ્રુવ પરાશર, એથન ડિસોઝા, હૈદર અલી, હર્ષિત કૌશિક, જુનેદ સિદ્દીકી, મતિઉલ્લાહ ખાન, મુહમ્મદ ફારૂક, મુહમ્મદ જવાદુલ્લાહ, મુહમ્મદ ઝોહૈબ, રાહુલ ચોપરા, મુહમ્મદ રોહીદ ખાન, સિમરનજીત સિંહ, સગીર ખાન.
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
