તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Thursday, 17th July 2025
જયાં ચોથી ટેસ્ટ રમાનાર છે તે માન્ચેસ્ટરના મેદાનમાં ભારત એકપણ મેચ જીતી શકયું નથી
ભારત ૯ માંથી પાંચ ડ્રો અને ચાર મેચ હાર્યુ આ મેદાનમાં જોરૂટ નો રેકોર્ડ શાનદાર છે

નવી દિલ્હીઃ સિરીઝમાં ર-૧ થી પાછળ શુભમન ગિલની આગેવાની વાળી ભારતીય ટીમ ૨૩ જુલાઈથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં ચોથી ટેસ્ટ રમવા ઉતરશે. હવે સિરીઝમાં ફરી એકવાર ટીમ ઇન્ડિયા પાસે બરાબરી કરવાની તક છે. ટીમ ઇન્ડિયાએ ઓલ્ડ ટ્રેફર્ડમાં આ મેચ કોઈપણ કાળે જીતવી પડશે. આ મેદાન પર ભારતીય ટીમનો ટેસ્ટ રેકોર્ડ ભારતીય ફેન્સને ચોંકાવી શકે છે. ભારતે ઓલ્ડ ટ્રેફર્ડના આ મેદાન પર વર્ષ ૧૯૩૬માં પહેલીવાર ટેસ્ટ મેચ રમી હતી, જે ડ્રો રહી હતી. ટીમ ઇન્ડિયાએ અત્યાર સુધીમાં અહીં કુલ ૯ ટેસ્ટ મેચ રમી છે, જેમાં એક પણ જીત મેળવી શકી નથી. ટીમ ઇન્ડિયાએ ઓલ્ડ ટ્રેફર્ડમાં તમામ મેચ ઇંગ્લેન્ડ સામે રમી છે. જેમાં ચાર મેચ ગુમાવી, જયારે પાંચ ડ્રો રહી. ભારતે છેલ્લે મેચ ઓગસ્ટ ૨૦૧૪માંᅠ આ મેદાન પર ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેને ઇનિંગ અને ૫૪ રને હારનો સામનો કરવો પડ્યો હતો.
ટીમ ઇન્ડિયા આશરે ૧૧ વર્ષ બાદ અહીં ટેસ્ટ મેચ રમવા ઉતરશે. તેનો અર્થ છે કે, વર્તમાન ભારતીય ટીમના મોટાભાગના સભ્ય માટે માન્ચેસ્ટરમાં નવો અનુભવ હશે. ઇંગ્લેન્ડે ઓલ્ડ ટ્રેફર્ડમાં ૮૪ ટેસ્ટ રમાઈ છે. જેમાંથી ૩૩માં જીત, ૧૫માં હાર અને ૩૬ મેચ ડ્રો થઈ. ભારત માટે ઇંગ્લેન્ડના અનુભવી જો રૂટને રોકવો ખૂબ જ જરૂરી રહેશે, જેનો ઓલ્ડ ટ્રેફર્ડમાં શાનદાર રેકોર્ડ રહ્યો છે
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
