તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Monday, 26th May 2025
IPL 2025: બ્લેસિંગ મુજરબાની પ્લેઓફ પહેલા RCB ટીમમાં જોડાયા

નવી દિલ્હી: ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝારાબાની IPL 2025 પ્લેઓફ મેચો પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમનો ભાગ બની ગયા છે. મુઝારાબાનીને RCB દ્વારા લુંગી ન્ગીડીના કામચલાઉ રિપ્લેસમેન્ટ તરીકે કરારબદ્ધ કરવામાં આવ્યો હતો. ન્ગીડી દક્ષિણ આફ્રિકાનો ઝડપી બોલર છે જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલ પહેલા પ્રોટીઝ ટીમમાં જોડાવા માટે રવાના થશે. ઝિમ્બાબ્વેના મુઝારાબાનીને RCB એ 75 લાખ રૂપિયામાં કરારબદ્ધ કર્યા છે.મુઝારાબાની શનિવારે ટ્રેન્ટ બ્રિજ ખાતે ઝિમ્બાબ્વેની ઈંગ્લેન્ડ સામેની ઐતિહાસિક ટેસ્ટનો ભાગ હતો, જેમાં મુલાકાતી ટીમનો ઇનિંગ્સ અને 75 રનથી પરાજય થયો હતો. મેચમાં, મુઝારાબાની ૧૪૩ રનમાં ૩ વિકેટ સાથે ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતા.૨૮ વર્ષીય ખેલાડી મંગળવારે લખનૌમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે આરસીબીની અંતિમ લીગ સ્ટેજ મેચ માટે ઉપલબ્ધ રહેશે. તેણે અત્યાર સુધીમાં ઝિમ્બાબ્વે માટે 70 ટી20 મેચ રમી છે અને 78 વિકેટ લીધી છે. આ ઉપરાંત, તેમણે 13 ટેસ્ટ અને 55 વનડેમાં ઝિમ્બાબ્વેનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે.મુઝારાબાની હજુ સુધી IPL મેચ રમ્યા નથી પરંતુ તેમણે અગાઉ LSG માટે નેટ બોલર તરીકે કામ કર્યું છે. જ્યારે વર્તમાન RCB મુખ્ય કોચ એન્ડી ફ્લાવર ભૂતપૂર્વ કોચિંગ સેટઅપનો ભાગ હતા. બંનેએ PSLમાં મુલતાન સુલ્તાન્સ અને ILT20માં ગલ્ફ જાયન્ટ્સમાં સાથે કામ કર્યું છે.
(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
