News of Monday, 14th April 2025
દિલ્હી ક્રિકેટ સ્ટેડિયમ બન્યું યુદ્ધનું મેદાન:સ્ટેન્ડમાં એક મહિલાએ લાતો અને મુક્કા મારીને પુરુષની ધોલાઈ કરી : જુઓ વાયરલ વિડીયો
જસપ્રીત બુમરાહ અને કરુણ નાયર વચ્ચે શાબ્દિક યુદ્ધ બાદ અચાનક એક અંકલ અને એક યુવાન પણ એકબીજા સાથે ઝઘડી પડ્યા

A fight between fans at the Arun Jaitley stadium last night. pic.twitter.com/UYXmAZbg1c
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 14, 2025
નવી દિલ્હી :અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચ વિવાદોથી ભરેલી હતી. મેચ દરમિયાન જસપ્રીત બુમરાહ અને કરુણ નાયર વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું હતું
.આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થયો હતો જેમાં સ્ટેન્ડમાં હાજર દર્શકો વચ્ચે ઉગ્ર લડાઈ થઈ હતી. વિડિયોમાં જોવા મળ્યું કે એક મહિલા એક પુરુષને જોરદાર ધોલાઈ કરી રહી હતી. કેટલાક લોકોએ બંનેને અલગ કરીને પરિસ્થિતિને નિયંત્રિત કરી હતી.48 સેકન્ડના આ વિડિયો ક્લિપમાં, મહિલા પુરુષને જોરદાર થપ્પડ મારતી જોવા મળી હતી. પછી તે પુરુષે મહિલાના ચહેરા પર ફેંટ મારીને તેની નીચે પાડી હતી. આજુબાજુ ઊભેલા લોકોએ તેમને અલગ કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.
જે બાદ અચાનક એક અંકલ અને એક યુવાન પણ એકબીજા સાથે ઝઘડી પડ્યા હતા. સ્ટેન્ડમાં હાજર લોકોએ તમામને દૂર કરીને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. જોકે, આ વિવાદ પાછળનું કારણ જાણી શકાયું નથી.
દિલ્હી અને મુંબઈ વચ્ચેની મેચ દરમિયાન જસપ્રીત બુમરાહ અને કરુણ નાયર વચ્ચે પણ વિવાદ થયો હતો. કરુણ નાયરે જસપ્રીત બુમરાહની બે ઓવરમાં જોરદાર ધોલાઈ કરી હતી. નાયરે જ્યારે સિંગલ લીધો તો તે બુમરાહ સાથે અથડાતા બચ્યો હતો. અહીંથી જ બંને વચ્ચે શાબ્દિક યુદ્ધ શરુ થયું હતું, જે મેચ પછી પણ ચર્ચાનું કેન્દ્ર રહ્યું હતું.
મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ સ્વીકાર્યું અને નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા. જવાબમાં દિલ્હી કેપિટલ્સ 19 ઓવરમાં 193 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. મુંબઈ ઈન્ડિયન્સે આ મેચ 12 રનથી જીતી લીધી.
આ વર્તમાન IPLમાં દિલ્હી કેપિટલ્સનો પહેલો પરાજય હતો. સતત ચાર મેચ જીત્યા બાદ, અક્ષર પટેલની આગેવાની હેઠળની દિલ્હી મુંબઈ સામે હારી ગઈ. મુંબઈ ઈન્ડિયન્સનો આ 6 મેચમાં બીજો વિજય હતો અને તેઓ પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને પહોંચી ગયા હતા. તે જ સમયે, દિલ્હી કેપિટલ્સ ટીમ પાંચ મેચમાં 4 જીત અને એક હાર સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.
(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
