News of Monday, 17th March 2025
IPL 2025: BCCIએ 20 માર્ચે બોલાવી મહત્વપૂર્ણ બેઠક : તમામ ટીમના કેપ્ટન રહેશે હાજર: જાણો શું છે એજન્ડા
IPL 2025 ની પ્રથમ મેચ 22 માર્ચે ઈડન ગાર્ડન્સ, કોલકાતા ખાતે રમાશે: આ પહેલા BCCI દ્વારા 20 માર્ચે મુંબઈમાં એક ખાસ બેઠકનું આયોજન કરાયું

મુંબઈ : IPL 2025 માટે સ્ટેજ તૈયાર છે. તમામ ટીમોએ તૈયારીઓ કરી લીધી છે. હવે બધા 22મી માર્ચની રાહ જોઈ રહ્યા છે. આ દિવસથી 18મી સિઝન શરૂ થશે. તમામ 10 ટીમોએ પોતાના કેપ્ટનની જાહેરાત કરી દીધી છે.
આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. BCCIએ 20 માર્ચે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે, જેમાં તમામ ટીમોના કેપ્ટનોએ હાજરી આપવી ફરજિયાત રહેશે. આ બેઠક મુંબઈના ક્રિકેટ સેન્ટરમાં યોજાશે. રિપોર્ટ અનુસાર આ મીટિંગમાં તમામ ટીમોના કેપ્ટન સિવાય તમામ ફ્રેન્ચાઈઝીના મેનેજર હાજર રહેશે
Cricbuzz અનુસાર, 20મીએ બોલાવવામાં આવેલી બેઠકમાં નવા નિયમો અને ફેરફારો વિશે માહિતી આપવામાં આવશે. આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલશે. મીટિંગ બાદ આઈપીએલ ટ્રોફી સાથે તમામ કેપ્ટનનું ફોટોશૂટ થશે.
IPLની દરેક સિઝનમાં સામાન્ય રીતે કેપ્ટન્સનું ફોટોશૂટ તે જગ્યાએ કરવામાં આવે છે જ્યાં પ્રથમ મેચ રમાય છે, આ વખતે પ્રથમ મેચ KKRના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડનમાં થશે, પરંતુ આ વખતે ફોટોશૂટ માત્ર મુંબઈમાં જ થશે. આ રીતે BCCIએ પરંપરા તોડી છે. એવું કહેવામાં આવ્યું છે કે ફોટોશૂટ પછી, તમામ કેપ્ટન પોતપોતાની ટીમોની પ્રથમ મેચની તૈયારી માટે પરત ફરશે.
તમામ 10 ટીમોના કેપ્ટન નક્કી કરવામાં આવ્યા છે. આ વખતે માત્ર સનરાઈઝર્સ હૈદરાબાદે વિદેશી ખેલાડી પેટ કમિન્સને પોતાનો કેપ્ટન બનાવ્યો છે, બાકીની 9 ટીમોની કમાન ભારતીયોના હાથમાં છે.
IPL 2025ની પ્રથમ મેચ 22 માર્ચે કોલકાતામાં બેંગલુરુ-કોલકાતા વચ્ચે રમાશે. આ વખતે 65 દિવસમાં કુલ 74 મેચ રમાશે. 18 મે સુધી લીગ તબક્કાની 70 મેચો રમાશે, જેમાંથી 12 ડબલ હેડર છે. મતલબ કે 1 દિવસમાં 2 વખત 12 મેચ રમાશે, ફાઈનલ 25મી મેના રોજ કોલકાતામાં યોજાશે.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
