તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Saturday, 15th March 2025
આઇપીએલમાં વિશ્વના ટોચના ખેલાડીઓ રમે છે, પરંતુ ભારતનો કોઇ ખેલાડી કેમ અન્ય લીગમાં રમતા નથી
ઈન્ઝમામ ઉલ હકએ ઝેર ઓક્યુ : અન્ય ક્રિકેટ બોર્ડના એલાડીઓએ તેમના પ્લેયર્સને આઇપીએલમાં ન રમાડવા જોઈએ

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકે ભારત અને બીસીસીઆઈ સાથે નારાજગી વ્યક્ત કરી અને આઈપીએલનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. તેમનું માનવું છે કે જો બીસીસીઆઈ તેના ખેલાડીઓને વિદેશી ટી-૨૦ લીગમાં રમવાની મંજૂરી ન આપે તો અન્ય ક્રિકેટ બોર્ડે પણ આવું પગલું ભરવું જોઈએ.
બીસીસીઆઈનો કડક નિયમ છે કે કોઈપણ સક્રિય ભારતીય પુરુષ ખેલાડી વિદેશી લીગમાં ભાગ લઈ શકે નહીં. ફક્ત નિવળત્ત ખેલાડીઓને જ આની મંજૂરી છે. જો કે, હરમનપ્રીત કૌર, સ્મળતિ મંધાના અને જેમિમા રોડ્રિગ્સ જેવી ભારતીય મહિલા ક્રિકેટરો વિદેશી લીગ બીબીએલ અને ધ હન્ડ્રેડમાં રમે છે. આ પ્રતિબંધ માત્ર પુરૂષ ખેલાડીઓને લાગુ પડે છે.
પાકિસ્તાની મીડિયા સાથે વાત કરતા તેણે કહ્યું, ચેમ્પિયન્સ ટ્રોફીને છોડી દો, તમે આઈપીએલ જુઓ, જ્યાં વિશ્વભરના ટોચના ખેલાડીઓ ભાગ લે છે. પરંતુ ભારતીય ખેલાડીઓ અન્ય કોઈ લીગમાં રમતા નથી. આવી સ્થિતિમાં અન્ય ક્રિકેટ બોર્ડે પણ તેમના ખેલાડીઓને આઇપીએલમાં મોકલવાનું બંધ કરવું જોઈએ. જો બીસીસીઆઈ તેના ખેલાડીઓને કોઈપણ વિદેશી લીગમાં રમવા માટે મોકલતું નથી, તો શું અન્ય બોર્ડે પણ આવું ન કરવું જોઈએ?
ઈન્ઝમામ ઉલ હકે પણ પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું કે આઇપીએલ અને પીએસએલની તારીખો ઘણીવાર એકબીજા સાથે ટકરાતી હોય છે, જેના કારણે મોટાભાગના વિદેશી ખેલાડીઓ પીએસએલ ને બદલે આઈપીએલમાં રમવાનું પસંદ કરે છે. આઈપીએલ એ વિશ્વની સૌથી ધનાઢય ક્રિકેટ લીગ છે, જ્યાં ખેલાડીઓને મળેલી મોટી ફી અને જબરદસ્ત એક્સપોઝર તેમને આકર્ષે છે.(૪૦.૧૬)
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
