News of Thursday, 6th March 2025
તેંડુલકરે 14 વર્ષની વયે મોતીબાગ મેદાનમાં રમી હતી: રણજી ટ્રોફી મેચ: માસ્ટર બ્લાસ્ટરે જૂની યાદો તાજા કરી
તેંડુલકરે વડોદરાના મોતીબાગ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમેલી રણજી ટ્રોફી મેચને લઈ જૂની યાદો તાજી કરી : વીડિયોમાં સચિન તેંડુલકર કહે છે કે, હું જ્યારે 14 વર્ષનો હતો, ત્યારે અહીંયા રણજીત ટ્રોફી મેચ રમવા માટે આવ્યો હતો

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ સચિન તેંડુલકરે વડોદરાના મોતીબાગ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમેલી રણજી ટ્રોફી મેચને લઈ જૂની યાદો વાગોળવામાં આવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વડોદરા શહેરના મોતીબાગ ક્રિકેટ મેદાન ખાતે મેચમાં પ્રેક્ટિસ કરતા સમયનો આ વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં સચિન તેંડુલકર કહે છે કે, હું જ્યારે 14 વર્ષનો હતો, ત્યારે અહીંયા રણજીત ટ્રોફી મેચ રમવા માટે આવ્યો હતો. આજે ફરી મને અહીંયા આવી ક્રિકેટની પ્રેક્ટિસ કરવાનો અવસર મળ્યો છે.
હાલ વડોદરા શહેરના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે માસ્ટર લીગની મેચો રમાઈ રહી છે, ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના મળીને વિશ્વની તમામ ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટરો વડોદરા શહેરના મહેમાન બન્યા છે. તેવામાં ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર પણ વડોદરા આવ્યા છે. હાલ તેઓ વડોદરા શહેરના મોતીબાગ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ દરમિયાન તેઓએ આ વીડિયો મારફતે પોતે 14 વર્ષની ઉંમરમાં અહીં રમવા આવ્યા હોવાની વાત કરી હતી.
(12:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
