News of Sunday, 23rd February 2025
ભારત-પાકિસ્તાન મેચ પહેલા છવાયો બુમરાહ: ICCએ આપ્યું મોટું સન્માન
બુમરાહને ICC ચેરમેન જય શાહ દ્વારા ICC એવોર્ડ્સથી સન્માનિત કરાયો : બુમરાહએ વર્ષ 2024 માટે ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ સહિત કુલ ચાર એવોર્ડ જીત્યા હતા

દુબઈમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મેચ રમાઈ રહી છે. ત્યારે આ મેચ પહેલા ઈજાને કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયેલો ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ છવાઈ ગયો હતો. તેને દુબઈના મેદાન પર ICC મોટું સન્માન આપવામાં આવ્યું છે.
આજે દુબઈમાં રમાઈ રહેલી ભારત અને પાકિસ્તાનની મેચ જોવા માટે અનેક સેલિબ્રિટી હાજર છે. ત્યારે આ મેચ જોવા માટે ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ દુબઈ પહોંચ્યો છે. આ મેચ પહેલાં તે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને મળ્યો હતો. જસપ્રીત બુમરાહને ICC ચેરમેન જય શાહ દ્વારા ICC એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યો હતો. બુમરાહએ વર્ષ 2024 માટે ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ સહિત કુલ ચાર એવોર્ડ જીત્યા હતા, જે તેણે આપવામાં આવ્યા છે.
વર્ષ 2024માં જસપ્રીત બુમરાહએ શાનદાર પ્રદર્શન કરતાં એક કે બે નહીં કુલ ચાર ICC એવોર્ડ જીત્યા હતા. તેને ICC તરફથી ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ, ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર, ટેસ્ટ ટીમ ઓફ ધ યર કેપ અને T20 ટીમ ઓફ ધ યર કેપ એવોર્ડ આપવામાં આવ્યા છે. આ તમામ એવોર્ડ દુબઈમાં ICC ચેરમેન જય શાહ દ્વારા બુમરાહને આપવામાં આવ્યા છે. આ ખાસ ક્ષણે બુમરાહની પત્ની અને ICC પ્રેઝન્ટર સંજના ગણેશન પણ તેની સાથે હાજર હતી.
(5:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
