<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd February 2025

ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મહા જંગમાં ભારતની જીત માટે મહાકુંભમાં મહિલાઓ દ્વારા પ્રાર્થના : ભારતીય ટીમની જીત માટે ગંગા કિનારે કરાઇ વિશેષ પૂજા-આરતી

દુબઈમાં ICC ચેમ્પિયન્સ ટ્રૉફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચને લઈને ભારતના ક્રિકેટ ચાહકો પણ ખૂબ જ ઉત્સાહિત

નવી દિલ્હી તા.૨૩

 આજે 23 ફેબ્રુઆરીએ દુબઈમાં ICC ચેમ્પિયન્સ ટ્રૉફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચને લઈને ભારતના ક્રિકેટ ચાહકો પણ ખૂબ જ ઉત્સાહિત છે ICC ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ની 5મી મેચ રવિવાર (23 ફેબ્રુઆરી) ના રોજ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો વચ્ચે રમાશે. ભારત અને પાકિસ્તાન તેમજ અન્ય દેશોના ક્રિકેટ ચાહકો આ મેચને લઈને ઉત્સાહિત છે. આ દરમિયાન, ભારતીય ક્રિકેટ ટીમની જીત માટે મહિલાઓએ મહાકુંભમાં ખાસ આરતી અને પ્રાર્થના કરી છે.23 ફેબ્રુઆરીએ દુબઈમાં ICC ચેમ્પિયન્સ ટ્રૉફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચને લઈને ભારતના ક્રિકેટ ચાહકો પણ ખૂબ જ ઉત્સાહિત છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ આ ટુર્નામેન્ટમાં ફક્ત એક જ મેચ રમી છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી મેચ બાંગ્લાદેશ સામે રમી હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 6 વિકેટથી જીત મેળવી હતી. જ્યારે પાકિસ્તાનને તેની પહેલી મેચમાં કિવી ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત સામેની બીજી હાર પાકિસ્તાન ટીમને ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર કરી દેશે.

જો આપણે બંને ટીમોના તાજેતરના ફોર્મ પર નજર કરીએ તો, પાકિસ્તાને છેલ્લા પાંચ વનડેમાં ફક્ત બે મેચ જીતી છે. જ્યારે ભારતે એટલી જ મેચોમાં ફક્ત એક જ મેચ ગુમાવી છે. આ મેચમાં પણ ટીમ ઈન્ડિયા જૂની પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે. કારણ કે ઋષભ પંત હજુ પણ બીમાર છે પરંતુ આનાથી પ્લેઇંગ ઇલેવન પર કોઈ અસર થવાની શક્યતા નથી. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાન ટીમ તેની બોલિંગમાં કેટલાક ફેરફાર કરી શકે છે પરંતુ કોચ આકિબ જાવેદે સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો છે. જોકે, ઇજાગ્રસ્ત પાકિસ્તાની ટીમના ખેલાડી ફખર ઝમાનની જગ્યાએ ઇમામ-ઉલ-હક રમતા જોવા મળશે.

(11:28 AM IST)