News of Thursday, 13th February 2025
ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર : જાણો ક્યારે અને કઈ ટીમો વચ્ચે થશે મુકાબલો
ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના શિડ્યુલ અને ટીમની જાહેરાત કરી:ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીએ કરાચીમાં શરૂ થશે અને ફાઇનલ 9 માર્ચે યોજાશે:આઠ ટીમોની આ ટુર્નામેન્ટમાં 15 મેચ હશે

ક્રિકેટ ફેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કારણ કે આ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ 7 વર્ષ પછી ફરી યોજાવા જઈ રહી છે. પાકિસ્તાન આ ટુર્નામેન્ટની યજમાની કરી રહી છે. હવે ICC એ આ ટુર્નામેન્ટની વોર્મ-અપ મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે.
ખાસ વાત એ છે કે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા એક પણ વોર્મ-અપ મેચ રમશે નહીં. કારણ કે ભારતે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે ત્રણ મેચની ODI શ્રેણી રમી હતી, જેમાં તેણે 3-0થી જીત મેળવી હતી અને ત્યારબાદ ટીમને 15 ફેબ્રુઆરી સુધીમાં દુબઈ પહોંચવાનું છે.
આગામી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની બધી મેચ ભારતમાં ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ પ્રસારિત કરવામાં આવશે, જ્યારે લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર એપ અને વેબસાઇટ પર થશે. ટુર્નામેન્ટની બધી મેચ ભારતીય સમય મુજબ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે.
ICC એ મંગળવારે ચેમ્પિયન્સ ટ્રોફીનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે . આ ટુર્નામેન્ટની શરૂઆત 19 ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચથી થશે. પાકિસ્તાનમાં મેચો ત્રણ સ્થળોએ રમાશે - રાવલપિંડી, લાહોર અને કરાચી. પાકિસ્તાનમાં દરેક સ્થળે ત્રણ ગ્રુપ મેચ રમાશે, જેમાં લાહોરમાં બીજી સેમિફાઇનલ પણ રમાશે. જ્યારે ભારત સાથેની ત્રણ ગ્રુપ મેચ તેમજ પ્રથમ સેમિફાઇનલ દુબઈમાં રમાશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મોટી મેચ 23 ફેબ્રુઆરીએ દુબઈમાં રમાશે. ભારતીય ટીમ તેની બધી મેચ દુબઈમાં રમશે જ્યારે બાકીની બધી મેચ પાકિસ્તાનમાં રમાશે.
ફાઇનલ 9 માર્ચે લાહોરમાં યોજાશે. પરંતુ જો ભારત ફાઇનલમાં જશે તો તે મેચ દુબઈમાં રમાશે. સેમિફાઇનલ અને ફાઇનલ બંનેમાં રિઝર્વ ડે રહેશે. પાકિસ્તાન 19 ફેબ્રુઆરીએ કરાચીમાં ગ્રુપ A ટુર્નામેન્ટના ઓપનરમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. ગ્રુપ બી 21 ફેબ્રુઆરીએ શરૂ થશે, જ્યારે અફઘાનિસ્તાન કરાચીમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.
ગ્રુપ A અને ગ્રુપ B ટીમો
ટુર્નામેન્ટના ગ્રુપ A માં યજમાન પાકિસ્તાન, ભારત, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે, જ્યારે ગ્રુપ B માં ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લઈ રહેલી આઠ ટીમો ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ના પોઈન્ટ ટેબલમાં ટોચની આઠ ટીમો છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 મેચ શિડ્યુલ
તારીખમેચસ્થળ19 ફેબ્રુઆરીપાકિસ્તાન VS ન્યુઝીલેન્ડકરાચી, પાકિસ્તાન20 ફેબ્રુઆરીબાંગ્લાદેશ VS ભારતદુબઈ21 ફેબ્રુઆરીઅફઘાનિસ્તાન VS દક્ષિણ આફ્રિકાકરાચી, પાકિસ્તાન22 ફેબ્રુઆરીઓસ્ટ્રેલિયા VS ઇંગ્લેન્ડલાહોર, પાકિસ્તાન23 ફેબ્રુઆરીભારત VS પાકિસ્તાનદુબઈ24 ફેબ્રુઆરીબાંગ્લાદેશ VS ન્યુઝીલેન્ડરાવલપિંડી, પાકિસ્તાન25 ફેબ્રુઆરીઓસ્ટ્રેલિયા VS દક્ષિણ આફ્રિકારાવલપિંડી, પાકિસ્તાન26 ફેબ્રુઆરીઅફઘાનિસ્તાન VS ઇંગ્લેન્ડલાહોર, પાકિસ્તાન27 ફેબ્રુઆરીપાકિસ્તાન VS બાંગ્લાદેશરાવલપિંડી, પાકિસ્તાન28 ફેબ્રુઆરીઅફઘાનિસ્તાન VS ઓસ્ટ્રેલિયાલાહોર, પાકિસ્તાન1 માર્ચદક્ષિણ આફ્રિકા VS ઇંગ્લેન્ડકરાચી, પાકિસ્તાન2માર્ચભારત VS ન્યુઝીલેન્ડદુબઈ4 માર્ચસેમિ-ફાઇનલ 1દુબઈ5 માર્ચસેમિ-ફાઇનલ 2લાહોર, પાકિસ્તાન9 માર્ચફાઇનલલાહોર કે દુબઈ10 માર્ચરિઝર્વ ડે
.
(1:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
