News of Sunday, 2nd February 2025
ભારતીયના વધુ એક ખેલાડીએ ક્રિકેટને કહ્નાયુ અલવિદા
ભારતીય વિકેટકીપર-બેટ્સમેન 40 વર્ષીય રિદ્ધિમાન સાહાએ નિવૃત્તિની જાહેરાત : 2021થી ભારતીય ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવી શક્યો નથી

મુંબઈ: વર્ષ પહેલા ક્રિકેટના મેદાનમાં પગ મૂક્યો હતો રિદ્ધિમાન સાહાએ X પર લખ્યું કે મેં 1997માં ક્રિકેટના મેદાન પર પહેલીવાર પગ મૂક્યો તેને 28 વર્ષ થઈ ગયા છે અને આ એક શાનદાર સફર રહી છે. મારા દેશ, રાજ્ય, જિલ્લા, ક્લબ, યુનિવર્સિટી, કોલેજ અને શાળા માટે રમવું એ મારા જીવનનું સૌથી મોટું સન્માન રહ્યું છે. પોતાના જીવન પર ક્રિકેટની અસર વિશે સાહાએ કહ્યું કે હું આજે જે કંઈ પણ છું, દરેક સિદ્ધિ, દરેક પાઠ શીખ્યો, તે બધું હું આ અદ્ભુત રમતને આભારી છું. ક્રિકેટે મને અત્યંત આનંદની ક્ષણો, અવિસ્મરણીય જીત અને અમૂલ્ય અનુભવો આપ્યા છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
