News of Friday, 24th January 2025
મહારાષ્ટ્રના બેટર અંકિત પર એક મેચનો પ્રતિબંધઃ બીસીસીઆઇનું પગલું
ગત નવેમ્બરમાં રણજી મેચમાં અમ્પાયર નિર્ણયથી નાશુખ થઇ ૧પ મીનીટ મેદાનમાં રહેલ

મુંબઇ તા. ર૪: મહારાષ્ટ્રના બેટ્સમેન અંકિત બાવને પર અસંમતિ દર્શાવવા બદલ એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બીસીસીઆઇએ રણજી ટ્રોફી ર૦ર૪/રપ સીઝનના છઠ્ઠા રાઉન્ડ પહેલા આ જાહેરાત કરી, જયાં મહારાષ્ટ્રનો મુકાબલો નાસિકના ગોલ્ડ કલબ ગ્રાઉન્ડમાં બરોડાથી થયો. આ ઘટના ગયા વર્ષે નવેમ્બરમાં એમસીએ ગ્રાઉન્ડ પર મહારાષ્ટ્રની ગ્રુપ એ મેચ દરમિયાન બની હતી.અમિત શુકલાની બોલિંગમાં સર્વિસિસના શુભમ રોહિલા દ્વારા બાવને સ્લિપમાં કેચ આઉટ કરાયો હતો, પરંતુ તે અમ્પાયરના નિર્ણયથી નાખુશ હતો કારણ કે તેને લાગ્યું કે તે આઉટ નથી. તેણે લગભગ ૧પ મિનિટ સુધી મેદાન છોડવાનો ઇન્કાર કર્યો હતો કારણ કે ડીઆરએસ ઉપલબ્ધ ન હોવાથી નિર્ણયને પડકારી શકાયો ન હતો. મેચ રેફરી અમિત શર્મા અને મહારાષ્ટ્રના કોચ સુલક્ષણ કુલકર્ણીના હસ્તક્ષેપ બાદ મેચ ફરી શરૂ થઇ હતી.‘‘મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સતાવાર રીતે જણાવવા માંગે છે કે અમારા રણજી ટ્રોફી ખેલાડી અંકિત બાવને હાલમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા લાદવામાં આવેલા એક મેચના પ્રતિબંધનો ભોગ બની રહ્યા છે.'' એમસીએએ ગુરૂવારે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
