News of Sunday, 5th January 2025
ભારતને પરાજિત કરી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની એન્ટ્રી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને ૬ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે, આ સાથે ત્રીજી વખત ટીમ ઈન્ડિયાનું સપનું તૂટ્યું, અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની એન્ટ્રી થઈ છે.
આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી ૩-૧થી કબજે કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ ૧૦ વર્ષે ભારત સામે ટેસ્ટ શ્રેણી જીતી છે. હવે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે લોર્ડ્સના મેદાનમાં રમાશે. અગાઉ ભારતીય ટીમ સતત બે ફાઈનલ રમી ચૂકી હતી, જ્યાં તેને પહેલા ન્યુઝીલેન્ડ અને પછી ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
ઓસ્ટ્રેલિયાની ટીમને જીતવા માટે ૧૬૨ રનનો ટાર્ગેટ હતો, જે તેણે રમતના ત્રીજા દિવસ (૫ જાન્યુઆરી)ના બીજા સેશનમાં ચેઝ કરી લીધો હતો. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી ૩-૧થી કબજે કરી લીધી છે.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
