News of Friday, 3rd January 2025
રીલાયન્સ ફાઉન્ડેશન સ્કુલ ક્રિકેટ ટુર્ના.માં હીરામણિ શાળાનો વિજય

રાજકોટઃ અમદાવાદમાં અન્ડર સીડસ ટીમ રિલાયન્સ ફાઉન્ડેશન ઇન્ટર સ્કુલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સંત કબીર સ્કુલે ટોસ જીતીને પહેલા બેટીંગ લેતા ૧૭.પ ઓવરમાં ૧૦ વિકેટે પપ રન કર્યા હતા. જેમાં શિવાંક મિષાીએ ૬ ઓવરમાં ૬ રન આપીને પ વિકેટ અને શિવમ પટેલે ૮.પ ઓવરમાં ર૭ રન આપીને ૪ વિકેટ લીધી હતી. હીરામણિ સ્કુલે ૯ર.ર ઓવરમાં ૧૦ વિકેટ ૪પ૪ રન કર્યા હતા. જેમાં આરવ કોઠારીએ ૧૮૩ બોલમાં ૧૪ર રન, નિહાલ ૬૮ બોલમાં ૮૧ રન, યક્ષ પટેલે ૧૧૯ બોલમાં ૯૦ રન અને પાર્થ ચૌહાણે ૮૯ બોલમાં પ૭ રન કર્યા હતા. સંત કબીર સ્કુલે બીજા દાવમાં ર૯.૧ ઓવરમાં ૧૦ વિકેટે ૧૧૬ રન કર્યા હતા. જેમાં યક્ષ પટેલે ૭ ઓવરમાં ૩૯ રન આપીને ૬ વિકેટ અને નીલ પુરાનીએ ૮.૧ ઓવરમાં ૩૪ રન આપીને ૩ વિકેટ લધી હતી. મેચમાં હીરામણિ સ્કુલને ઇનિંગ અને ર૮૩ રનથી ભવ્ય વિજય થયો હતો. તે બદલ સંસ્થાના પ્રમુખ નરહરી અમીન, મેનેજીંગ ટ્રસ્ટી ડો. વરૂણ અમીન અને સંસ્થા સી.ઇ.ઓ. ભગવાન અમીને અભિનંદન પાઠવ્યા હતાં.(૬.૧૧)
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
