તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Friday, 8th November 2024
ઓસ્ટ્રેલીયાના પ્રવાસે ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાના ટીમ મેનેજર તરીકે જયદેવ શાહની નિમણૂંક
જયદેવ શાહે કહયું આવી મહત્વની ભૂમિકા મળવી એ સન્માનની વાત, બોર્ડનો આભાર

રાજકોટઃ સોૈરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ના પ્રમુખ અને ટીમ સોૈરાષ્ટ્રના ભૂતપૂર્વ કેપ્ટન જયદેવ શાહની ખૂબ જ પ્રતિષ્ઠિત બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટે ઓસ્ટ્રેલીયાના પ્રવાસે જઇ રહેલી ટીમ ઇન્ડિયાના ટીમ મેનેજર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ટીમ ઇન્ડિયા ૧૦ અને ૧૧ નવેમ્બરના રોજ બે બેચમાં રવાના થશે.
અગાઉ શ્રી લંકા વિરૂધ્ધ શ્રીલંકા વચ્ચેની બે ટેસ્ટ મેચની શ્રેણી માટે ટીમ ઇન્ડિયાના ટીમ મેનેજર તરીકે જયદેવ શાહની નિમણૂક કરવામાં આવી હતી આ ત્રણેય ટી ૨૦ મેચો ની આગેવાની રોહિત શર્માએ સંભાળી હતી.
જયદેવ શાહને નવેમ્બર ૨૦૨૨માં ન્યૂઝીલેન્ડ સામેની અવે સિરિઝમાં ટીમ ઇન્ડિયા માટે ટીમ મેનેજર તરીકે પણ નિયુકત કરવામાં આવ્યા હતા. ટીમ ઇન્ડિયાએ અનુક્રમે હાર્દિક પંડયા અને શિખર ધવનની આગેવાનીમાં ત્રણ વનઅ ડે અને ત્રણ ટી ૨૦ ઇન્ટરનેશનલ રમી હતી.
આ તકે જયદેવ શાહે કહયું કે હું ઓસ્ટ્રેલિયાના આગામી પ્રવાસમાં ટીમ ઇન્ડિયાના ટીમ મેનેજર તરીકે મને નિયુકત કરવા બદલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ નો આભાર આટલી મહત્વની ભૂમિકા સોંપવી એ ખરેખર એક સન્માનની વાત છે અને મારામાં મૂકાયેલા આત્મવિશ્વાસથી હું ખૂબ જ ખુશ છું વિદેશી ધરતી પર ભારતનું પ્રતિનિધિત્વ કરવું એ ખૂબ જ ગર્વની વાત છે. અને હું આ પ્રવાસ દરમિયાન ટીમની સફળતામાં યોગદાન આપવા માટે ઉત્સાહિત છું.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
