તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૫ રવિવાર
News of Saturday, 12th October 2024
બાંગ્લાદેશનો 133 રનથી ઘોર પરાજય : ટીમ ઈન્ડિયાએ 3-0થી T20 સિરીઝ જીતી
સંજુ ફક્ત 47 બોલમાં 11 ચોગ્ગા અને 8 સિક્સર સાથે 111 રન ઝૂડ્યા : કેપ્ટન સૂર્યકુમાર યાદવે 35 બોલમાં 75 રન ફટકાર્યા

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શનિવારે ત્રણ મેચની T20 સિરીઝની અંતિમ મેચ રમાઈ હતીઆ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી.
ભારતે બાંગ્લાદેશને ત્રણ T20 મેચની સિરીઝમાં 3-0થી પરાજય આપ્યો છે. આજે અંતિમ મેચમાં બાંગ્લાદેશની ટીમ ટીમ ઈન્ડિયા તરફથી આપવામાં આવેલા જીતવા માટેના 298 રનના લક્ષ્યાંક સામે 7 વિકેટ ગુમાવી 164 રન બનાવી શકી હતી. આમ ટીમને 133 રનથી પરાજય થયો હતો.
બાંગ્લાદેશ તરફથી લિટન દાસ 42, તંજીદ હસન 15 રન, નજમુલ હુસૈન શંટો 14 રન બનાવી શક્યા હતા ને તૌહીક હદોય સૌથી વધારે 63 રન બનાવી શક્યા હતા. ભારત તરફથ રવિ બિશ્નોઈએ 4 ઓવરમાં 30 રન આપી 3 વિકેટ લીધી હતી. મયુર યાદવે પણ 2 વિકેટ મેળવી હતી. આ અગાઉ ટીમ ઈન્ડિયાએ નિર્ધારીત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 297 રન બનાવ્યા હતા.
આમ હવે આ મેચ જીતવા માટે બાંગ્લાદેશ સામે 298નો લક્ષ્યાંક હતો.આ સાથે ટીમ ઈન્ડિયાએ T20 ઈતિહાસમાં તેનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો.
દરમિયાન કેપ્ટન સૂર્યકુમારે ટોસ જીત્યો હતો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.જોકે ટીમ ઈન્ડિયાનો સ્કોર 23 રન હતો ત્યારે અભિષેક 4 રનન સ્કોર પર આઉટ થતા પહેલી વિકેટ પડી હતી.આજની મેચમાં અર્શદીપ સિંહને આરામ આપવામાં આવ્યો છે અને તેના સ્થાને બિશ્નોઈને તક આપવામાં આવી છે.
સંજુએ રાશિદ હુસૈનની એક જ ઓવરાં 5 સિક્સર ફટકારી છે. તે ઈનિંગની 10મી ઓવર હતો. સંજુ ફક્ત 47 બોલમાં 11 ચોગ્ગા અને 8 સિક્સર સાથે 111 રન બનાવી આઉટ થયો હતો.
ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે 23 બોલમાં અડધી સદી ફટકારી છે. તેણે ઈનિંગમાં 6 ચોગ્ગા અને 4 સિક્સર ફટકારી હતી. તે ફક્ત 35 બોલમાં 75 રન બનાવી આઉટ થયો હતો. તેણે 8 ચોગ્ગા અને 5 સિક્સર ફટકારી હતી
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
