News of Wednesday, 17th July 2024
શું સુર્યા હશે ટી-ર૦નો કેપ્ટન, ગૌતમ ગંભીર છે પહેલી પસંદ

નવી દિલ્હીઃ ભારતીય ટીમે આ મહિનાના અંતમાં શ્રીલંકા સાથે સીરિઝ રમવાની છે. એવામાં હવે ભારતીય ક્રિકેટ ટીમને ટી-૨૦ ફોર્મેટમાં નવો કેપ્ટન મળશે અને આ રેસમાં હાર્દિકની સાથે સૂર્યકુમાર યાદવ પણ એટલો જ આગળ છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સૂર્યા કેપ્ટન તરીકે નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરની પ્રથમ પસંદગી બની ગયો છે. હાર્દિક આગામી ટી૨૦ સિરીઝમાં ફરી એકવાર ટીમની કમાન સંભાળતો જોવા મળી શકે છે. પરંતુ સૂર્યાને ૨૦૨૬ વર્લ્ડ કપ સુધી ટી૨૦ ટીમનો નિયમિત કેપ્ટન બનાવવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે.
પ્રવાસની શરૂઆત ૨૭મી જુલાઈથી રમાનારી ટી૨૦ મેચથી થશે અને છેલ્લી મેચ ૩૦મી જુલાઈએ રમાશે. આ પછી ટીમ ઈન્ડિયા ત્રણ મેચની વનડે સિરીઝ રમશે, કેએલ રાહુલ અથવા શુભમન ગીલને આ વન-ડે સિરીઝમાં કેપ્ટન બનાવવામાં આવી શકે છે.
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
