તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Saturday, 29th June 2024
ફાઇનલમાં હાર્દિક પંડ્યાની ખાસ સેન્ચુરી : કોહલી અને રોહિત શર્માની ક્લબમાં એન્ટ્રી
ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો: ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો

મુંબઈ : T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ રમાઈ રહી છે. બારબાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ દરમિયાન ભારતીય કેપ્ટને કહ્યું કે પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો ન હતો. આ સાથે ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો. આ સાથે જ તે વિરાટ કોહલી અને રોહિત શર્માની ખાસ ક્લબમાં સામેલ થઈ ગયો છે.
હાર્દિક પંડ્યા આજે તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 100મી મેચ રમી રહ્યો છે. તે 100 T20 ઈન્ટરનેશનલ મેચ રમનાર ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો છે. ભારત માટે સૌથી વધુ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. ભારતીય કેપ્ટને તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 159 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ લિસ્ટમાં બીજા સ્થાન પર વિરાટ કોહલી છે, જેણે અત્યાર સુધી 125 મેચ રમી છે.
સૌથી વધુ T20i ખેલનાર ભારતીય
- રોહિત શર્માઃ 159 મેચ
- વિરાટ કોહલીઃ 125 મેચ
- હાર્દિક પંડયાઃ 100 મેચ
- એમએસ ધોનીઃ 98 મેચ
- ભુવનેશ્વર કુમારઃ 87 મેચ
T20 ઇન્ટરનેશનલમાં પંડ્યાના પ્રદર્શનની વાત કરીએ તો, તેણે અત્યાર સુધી રમાયેલી 99 મેચોની 76 ઇનિંગ્સમાં 26.55ની એવરેજ અને 140.68ની સ્ટ્રાઇક રેટથી 1487 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 4 અડધી સદી પણ ફટકારી છે. આ ફોર્મેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 71 રન છે. બોલિંગની વાત કરીએ તો ભારતીય ઓલરાઉન્ડરે 88 ઇનિંગ્સમાં 26.18ની એવરેજ અને 8.13ની ઇકોનોમીથી 81 વિકેટ ઝડપી છે. આ ફોર્મેટમાં 4/16 તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે.
T20 વર્લ્ડ કપ 2024માં હાર્દિક પંડ્યાના પ્રદર્શનની વાત કરીએ તો તે અત્યાર સુધી શાનદાર રહ્યું છે. આજ સુધીમાં તેણે 139 રન બનાવ્યા છે અને 7 વિકેટ પણ લીધી છે. આ ઓલરાઉન્ડર ખેલાડીએ બાંગ્લાદેશ સામે અણનમ 50 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે અફઘાનિસ્તાન સામે 32 રન, ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં અણનમ 27 અને ઈંગ્લેન્ડ સામે 23 રન બનાવ્યા હતા
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
