News of Tuesday, 11th June 2024
પાક.બેટરોએ બોલ જ બગાડયાઃ ભૂતપૂર્વ ક્રિકેટરો ભડકયા
આજે કેનેડા સામે પાકિસ્તાનો મુકાબલોઃ હારશે તો બહાર

નવી દિલ્હીઃ ટી-૨૦ વર્લ્કકપ ૨૦૨૪માં ભારત સામે જીતવાની બાજી હારેલા કેપ્ટન બાબર આઝમની ટીમ પર પાકિસ્તાની ફેન્સ સહિત ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર્સ તૂટી પડ્યા હતા. પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન સલીમ મલિકે ઇમાદ વસીમ પર ભારત વિરુદ્ધ ટી૨૦ વર્લ્ડ કપની મેચમાં જાણીજોઈને બોલનો બગાડ કરવાનો આરોપ લગાવ્યો હતો.
સલીમ મલિકે કહ્યું હતું કે વસીમે ૨૩ બોલમાં ૧૫ રન બનાવ્યા હતા. એવું લાગ્યું કે રન બનાવવાને બદલે તે બોલનો બગાડ કરી રહ્યો હતો અને ટાર્ગેટનો પીછો કરતી વખતે વસ્તુઓને મુશ્કેલ બનાવી રહ્યો હતો.
ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ કહ્યું કે એક કેપ્ટન બધાને સાથે લઈ જાય છે. તે કાં તો ટીમને બરબાદ કરે છે અથવા એને વધુ સારી બનાવે છે. વર્લ્ડ કપ ખતમ થવા દો અને પછી હું ખૂલીને વાત કરીશ.
ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પાકિસ્તાનના ખરાબ પ્રદર્શનની આકરી ટીકા કરતાં કહ્યું કે આખો દેશ નિરાશ છે. કોઈક રીતે તમારે જીતવાનો ઇરાદો બતાવવો પડશે. શું પાકિસ્તાન સુપર-એઇટમાં સ્થાન મેળવવાને લાયક નથી? ભગવાન જાણે!

(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
