News of Tuesday, 11th June 2024
બાંગ્લાદેશની ટીમને ભારે પડ્યો ICCનો નિયમ: સાઉથ આફ્રિકા સામે 4 રનથી જ થયો પરાજય
મેચમાં અમ્પાયરની એક ભૂલ અને આઈસીસીના નિયમના કારણે બાંગ્લાદેશને એક ફોર એટલે કે ચાર મળ્યા ન હતા

આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024ની 21મી મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી. આ રોમાંચક મેચમાં સાઉથ આફ્રિકાની ટીમે બાંગ્લાદેશની ટીમને 4 રનથી માત આપી હતી. ત્યારે આ મેચમાં અમ્પાયરની એક ભૂલ અને આઈસીસીના નિયમના કારણે બાંગ્લાદેશને એક ફોર એટલે કે ચાર મળ્યા ન હતા. જો બાંગ્લાદેશને ચાર રન મળી ગયા હોત તો પરિણામ કંઈક અલગ આવ્યું હોત.
બાંગ્લાદેશની ઈનિંગ દરમિયાન 17મી ઓવરના બીજા બોલ પર લેગ બાયના ચાર રન આપવામાં આવ્યા ન હતા. આફ્રિકન બોલર ઓટનીલ બાર્ટમેને બાંગ્લાદેશના બેટર મહમુદુલ્લાહને બોલ નાખ્યો, જે તેના પેડ પર વાગીને બાઉન્ડ્રી લાઈન પાર કરી ગઈ. આફ્રિકન ફાસ્ટ બોલર દ્વારા LBWની અપીલ કરવામાં આવી હતી. અમ્પાયરે આઉટ આપી દીધો હતો. મહમુદુલ્લાહે રિવ્યૂ લેતા તે નોટઆઉટ જાહેર કરાયો હતો. જો કે, ટીમને બાયના ચાર રન આપવામાં આવ્યા ન હતા.
જણાવી દઈએ કે, આઈસીસી નિયમ પ્રમાણે, જો અમ્પાયરે આઉટ માટે આંગળી ઉભી કરી દીધો, તો બોલ વાગેલ ફોર અથવા લેવામાં આવેલ કોઈપણ રન એડ કરવામાં આવશે નહીં. અમ્પાયરના આઉટ થયા બાદ બોલ ડેડ થઈ જાય છે.
(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
