News of Friday, 24th July 2026
યંગ ઇન્ડિયા ગ્રુપ અને સ્કાય મલ્ટિપ્લેક્સ, મોરબીના સંયુક્ત ઉપક્રમે વૃદ્ધાશ્રમના વડીલોને ધાર્મિક ફિલ્મ દેખાડી
યુવાનોમાં ધાર્મિકતા, સંસ્કાર અને વડીલો પ્રત્યે આદરભાવ વધે. જ્યારે વડીલો અને યુવાનોએ સાથે બેસીને આ ફિલ્મ નિહાળી,

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : યંગ ઇન્ડિયા ગ્રુપ અને મલ્ટી પ્લેક્સ દ્વારા એક ખૂબ જ સુંદર અને સંસ્કારપ્રદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજના આ આધુનિક સમયમાં આપણી નવી પેઢી પોતાની સંસ્કૃતિ અને સામાજિક મૂલ્યોથી જોડાયેલી રહે તે ખૂબ જરૂરી છે. આ જ હેતુથી, મોરબીના વૃદ્ધાશ્રમના વડીલો અને શહેરના યુવાનો માટે ખાસ એક ભક્તિભાવસભર ધાર્મિક ગુજરાતી ફિલ્મનો શો રાખવામાં આવ્યો હતો.
દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતુ કે,અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણા યુવાનોમાં ધાર્મિકતા, સંસ્કાર અને વડીલો પ્રત્યે આદરભાવ વધે. જ્યારે વડીલો અને યુવાનોએ સાથે બેસીને આ ફિલ્મ નિહાળી, ત્યારે એક અલગ જ ભાવનાત્મક વાતાવરણ સર્જાયું હતું. વડીલોના ચહેરા પરની ખુશી અને તેમના આશીર્વાદ જ આ આયોજનની ખરી સફળતા છે.
યંગ ઇન્ડિયા ગ્રુપ હંમેશાં સમાજના સંસ્કારિક અને સામાજિક વિકાસ માટે આવા અનોખા કાર્યો કરવા માટે કટિબદ્ધ છે. આજના આયોજનમાં સહયોગ આપવા બદલ હું સ્કાય મલ્ટિપ્લેક્સ ટીમ અને તમામ સભ્યોનો આભાર માનુ છું.”
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
