News of Monday, 21st September 2026
લીંબડીમાં ૮૩ લાખના સોનાના બિસ્કીટ મકાનમાં કામ કરનારાએજ ચોર્યા'તાઃ એક મહિલા સહિત પાંચની ધરપકડ
બે મહિના પહેલાની ઘટનાઃ સોનુ બતાવવા ગયા તો ભુવાએ કહયું કે બે મહિને સોનુ પાછુ મળી જશે પણ ૩ મહિનેય પરિણામ ન આવતા રાવ કરી અને LIBએ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ર૧: લીંબડી રામદર્શન સોસાયટીમાં ચોરીની ઘટના બની હતી ત્યારે રહેણાંક મકાનમાં સોનાના બિસ્કીટ ની ચોરી થઈ હતી અને ૫૬ તોલા સોનાના બિસ્કીટ ની ચોરી કરી અને પાંચ જેટલા તસ્કરો ફરાર બની ગયા હતા ત્યારે આ સંદર્ભે ભોગ બનનાર મકાન માલિક દ્વારા સૌ પ્રથમ ભુવાને બતાવવામાં આવ્યું હતું ત્યારે ભુવા એ કહ્યું હતું કે બે મહિનામાં તમારું સોનું પાછું આવી જશે પરંતુ આ સોનું પાછું ન આવતા અંતે ભોગ બનનાર પરિવારજનો દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા આ અંગે કામગીરી અને તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી હાઇવે ઉપરના સીસીટીવી કેમેરા તેમજ ગ્રામીણ વિસ્તારના સીસીટીવી કેમેરા અને મોબાઈલ લોકેશન સહિતની વિગતો ની ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમાં મકાનમાં કામદાર તરીકે ફરજ બજાવતા અનસોયાબેન ધીરુભાઈ રાતોજા રહેલ લીંબડી રેલવે સ્ટેશન ચામુંડા ટેલર પાસે તેમજ પ્રદીપ રણજીતભાઈ રાતોજા રહેલ લીમડી રેલ્વે સ્ટેશન શિવાંગી સ્કૂલ ની બાજુમાં તેમજ ધીરુભાઈ મનજીભાઈ રાતોજા રહે લીમડી ચામુંડા ટેલર પાસે વાળાની ધરપકડ કરવામાં આવી હતી આ તમામ લોકો જ્યાં ચોરી થઈ હતી તે મકાન માલિકને ત્યાં જ ફરજ બજાવતા હતા.પરંતુ ત્યારબાદ તેમની દાનત ખરાબ થતા મકાનમાલિકને ત્યાં જ ૬૦૦ ગ્રામ જેટલા સોનાની ચોરી કરવામાં આવી હતી ત્યારે આ અંગે પોલીસ વિભાગની ટીમો દ્વારા ૮૩.૫૮ લાખ રૂપિયાના સોનાના બિસ્કીટ તેમજ રોકડ રૂા. ૧.૩૦ લાખ અને ચાર મોબાઈલ ફોન મળી કુલ ૮૫.૨૩ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ સંદર્ભે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે તમામ ચોરીનો સોનું ખરીદનાર વેપારી જયેશભાઈ જવાહરભાઈ પાટડીયા ઓમકારનગર દાળમીલ રોડ વાળા સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ સંદર્ભે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
