<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

કેશોદ પાલિકામાં ૨૦૨૬ની બેન્‍ચના નવા ‘મહિલા પ્રમુખ' કોણ?: ભાજપના પાંચ ઉમેદવારો કતારમાં !

તાજેતરમાં યોજાયેલ સામાન્‍ય ચૂંટણીનો મુદ્દો ભૂતકાળ બની જતા હાલ પાલિકા પ્રમુખની ચૂંટણીનો મુદ્દો ચર્ચાઓ માં મોખરે ! : શહેરના‘‘પ્રથમ નાગરિક પ્ર તરીકેનું સન્‍માન મેળવવા માટે ની દોડ : પ્રમુખ પદ બક્ષીપંચ મહિલા વર્ગ માટે આરક્ષિત હોય, વોર્ડ નંબર ૧ ના ભારતીબેન કામરીયા, વોર્ડ નંબર ૩ ના હેતલબેન માવદીયા, વોર્ડ નંબર ૫ ના પ્રતિક્ષાબેન દેવડીયા, વોર્ડ નંબર ૮ ના ચંદ્રિકાબેન ભોપાળા અને વોર્ડ નંબર ૯ ના દક્ષાબેન ભરડા દાવેદાર

( સંજય દેવાણી દ્વારા) કેશોદઃ તા.પ,   તાજેતરમાં સ્‍થાનિક નગરપાલિકા ની સામાન્‍ય ચૂંટણી ની પ્રક્રિયા બાદ પરિણામો જાહેર થયા ને એક સપ્તાહ જેવો સમય વીતી જતા સામાન્‍ય ચૂંટણી ની ચર્ચાનો મુદ્દો ભૂતકાળ બની ગયેલ હોય હવે હાલ પાલિકા પ્રમુખ ની ચૂંટણી નો મુદ્દો ચર્ચાઓ માં મોખરે રહેલ છે ! ૨૦૨૬ ની બેન્‍ચના પ્રથમ ટર્મ ના નવા ‘સુકાની'  કોણ ? એ અંગે લોકોમાં અનેક તર્ક - વિતર્ક સાથે શહેરમાં ચર્ચા જાગેલ છે. પ્રમુખ પદ માટે પાંચ મહિલા ઉમેદવારો કતાર મા હોવાનું જાણવા મળેલ છે. ત્‍યારે આ મુદ્દે સ્‍થાનિક રાજકીય વર્તુળોમાં ફરી એક વખત ગરમાવો આવેલ છે.

ગત તારીખ ૨૬ એપ્રિલના રોજ કેશોદ નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણી હતી. જેમાં કુલ ૩૬ બેઠકોમાંથી ૩૩ બેઠક ભાજપ ના તથા ૩ બેઠક કોંગ્રેસના ફાળે જતા આગામી સમયમાં ભાજપનું શાસન અસ્‍તિત્‍વમાં આવનાર છે. ચૂંટાયેલ નવી ટીમ પાલિકામાં સત્તારૂઢ થવા માટે જઈ રહી છે ત્‍યારે આ નવી રચાનાર શ્ન બોડી શ્ન ના મુખ્‍ય સુકાની ( પ્રમુખ) કોણ હશે ? તે અંગે નો સામાન્‍ય વ્‍યક્‍તિથી માંડી રાજકીય કાર્યકરો તથા આગેવાનો સહિત સૌ કોઈ ના મનમાં પ્રશ્‍ન ઊઠે એ સ્‍વાભાવિક છે. આ સ્‍થિતિ વચ્‍ચે પ્રમુખ પદ ની બેઠક આગામી અઢી વર્ષ માટે બક્ષીપંચ મહિલા ઉમેદવાર માટે આરક્ષિત છે ત્‍યારે વોર્ડ નંબર ૧ , ૩ , ૫ , ૮ અને ૯ માંથી કયાં મહિલા પ્રતિનિધિ પર પ્રમુખ તરીકે પસંદગી ઉતારવા મા આવશે તે તરફ સૌની મીટ મંડાયેલી છે.

સામાન્‍ય લોકોની જાણ માટે અત્રે નોંધનીય છે કે, નગરપાલિકા માં પાંચ વર્ષના કાર્ય કાળ દરમિયાન બે અઢી - અઢી વર્ષની ટર્મ માં પ્રમુખના હોદ્દા માટે જુદા જુદા વર્ગના સદસ્‍યોને તક મળી રહે તે હેતુ થી રોટેશન પદ્ધતિ મુજબ નિયત કરવામાં આવેલ જુદા જુદા વર્ગના ઉમેદવાર (સદય) માટે જુદી જુદી ટર્મ માટે પ્રમુખ પદની બેઠક અનામત રાખવામાં આવે છે. જેમા પ્રમુખ પદની ચૂંટણી માટે કલેકટરશ્રી દ્વારા જનરલ બોર્ડ ની બેઠક બોલાવી, ડેપ્‍યુટી કલેક્‍ટરશ્રી કક્ષાના અધિકારીની ઉપસ્‍થિતિમાં જે તે પાર્ટીના મોવડી મંડળે આપેલ મેન્‍ટેડ મુજબ નક્કી કરવામાં આવેલ ઉમેદવારનું નામ જાહેર કરી, ઉપસ્‍થિત શાસક પક્ષ તથા વિરોધ પક્ષ ના સભ્‍યો દ્વારા હાથ ઊંચો કરી, મત આપવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન જે ઉમેદવારની બહુમતી સાબિત થાય તેમને પ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે. આમ પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન પ્રમુખ પદ માટે રોટેશન મુજબ અઢી - અઢી વર્ષ માટેબે જુદા જુદા સદસ્‍યોને તક મળે છે.

સ્‍થાનિક નગરપાલિકાલ માં આગામી નવી ‘ બોડી 'માટે પ્રથમ ટર્મ ના આગામી અઢી વર્ષ માટે પ્રમુખ પદની બેઠક બક્ષીપંચ ( ઓબીસી)સ્ત્રી ઉમેદવાર માટે આરક્ષિત (અનામત) જાહેર થયેલ છે. નવી રચાનાર પાલિકાની ‘બોડી' માં તાજેતરમાં યોજાયેલ સામાન્‍ય ચૂંટણીમાં નવા ચૂંટાયેલા ઉમેદવારો માં ૩૩ ભાજપના તથા ૩ વિરોધ પક્ષ ( કોંગ્રેસ) ના મળી કુલ ૩૬ પ્રતિનિધિ ઓ નો સમાવેશ થાય છે. ચૂંટાયેલી નવી ટીમ જોતા ભાજપ પાસે ૩૩ પ્રતિનિધિઓનું સંખ્‍યાબળ હોય અર્થાત ભાજપ પાસે એક તળત્‍યાંશ કરતા પણ વધારે સ્‍પષ્ટ બહુમતી હોય, સ્‍વાભાવિક રીતેજ સ્‍થાનિક નગર પાલિકા નુ શાસન ભાજપનું બનશે.

આગામી સમયમાં સ્‍થાનિક પાલિકામાં નવી રચાનાર ‘બોડી' મા પ્રથમ ટર્મ મા પ્રમુખ પદ બક્ષીપંચ વર્ગ માંથી આવતા મહિલા પ્રતિનિધિઓ માટે અનામત છે. ત્‍યારે ભાજપમાં થી બક્ષીપંચ વર્ગના મહિલા પ્રતિનિધિઓ કોણ અને કેટલા છે તે જોઈએ તો ભારતીય જનતા પાર્ટીમાંથી કુલ પાંચ મહિલા પ્રતિનિધિઓ બક્ષીપંચ વર્ગમાં થી આવે છે. જેમાં, (૧) વોર્ડ નંબર ૧ માંથી ભારતીબેન લખમણભાઇ કામરીયા (૨) વોર્ડ નંબર ૩ માંથી હેતલબેન અનિલભાઈ માવદીયા (૩) વોર્ડ નંબર ૫ માંથી પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવડીયા (૪) વોર્ડ નંબર ૮ માંથી ચંદ્રિકાબેન હરેશભાઈ ભોપાળા (૫) વોર્ડ નંબર ૯ માંથી દક્ષાબેન મનોજભાઈ ભરડા નો સમાવેશ થાય છે.

દરમિયાન ગત શનિવારે ભાજપના મોવડીઓ દ્વારા જુનાગઢ ખાતે પ્રમુખ પદના ઉમેદવારો માટે સેન્‍સ પ્રક્રિયા રાખવામાં આવેલ જેમાં પાંચેય બક્ષીપંચ વર્ગના મહિલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવેલ હોવા નુ જાણવા મળેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ પ્રમુખ પદની હોડ માં રહેલ પાંચેય મહિલા ઉમેદવારો વિશે નો પરિચય જોઈએ તો (૧) ભારતીબેન કામરીયા સૌપ્રથમ વખત ચૂંટણી લડી વોર્ડ નંબર ૧માંથી ચૂંટાયેલા છે. તેઓ સ્‍થાનિક વિશ્વ હિન્‍દુ પરિષદ ના પ્રમુખ લખમણભાઇ કામરીયા ના પત્‍ની છે. (૨) હેતલબેન માવડીયા ગત ટર્મ મા પાલીકા ના સદસ્‍ય તરીકે રહી ચૂકયા છે. તાજેતરમાં યોજાયેલ સામાન્‍ય ચૂંટણીમાં ભાજપે તેઓને રીપીટ કરતા વોર્ડ નંબર ૩ માંથી ફરી વખત તેઓ ચૂંટાઈ આવેલ છે. તેઓ ભાજપના સક્રિય કાર્યકર અને અગ્રણી લખનભાઈ ભરડા ના પત્‍ની છે. (૩) પ્રતીક્ષાબેન દેવડીયા એ પાલિકાની સૌઙ્ઘથમ વખત વોર્ડ નંબર ૫ માંથી ચૂંટણી લડી જીત મેળવેલ છે . તેઓ ભાજપના સક્રિય કાર્યકર કેયુરભાઈ દેવડીયા ના પત્‍ની છે. (૪) ચંદ્રિકાબેન ભોપાળા એ સૌપ્રથમ વખત પાલિકાની ચૂંટણીમાં ભાગ લેતા વોર્ડ નંબર ૮ માંથી વિજેતા બનેલ છે. તેઓ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જીવીબેન ભોપાળા તથા ભાજપના સક્રિય કાર્યકર અને અગ્રણી ચિરાગભાઈ ભોપાળા પરિવારના નજીકના સભ્‍ય છે. (૫) દક્ષાબેન ભરડા પણ પાલિકાની ચૂંટણીમાં સૌ પ્રથમ વખત ઝંપલાવી વોર્ડ નંબર ૯ માંથી ચૂંટાયા છે. તેઓ ભાજપ સંગઠનના સદસ્‍ય મનોજભાઈ ભરડા ના પત્‍ની છે.  

પ્રવર્તમાન ૨૦૨૬ ની બેન્‍ચ માંથી ભાજપમાં સમાવિષ્ટ ઓબીસી વર્ગના આ પાંચ મહિલા પ્રતિનિધિઓ પ્રમુખ પદની હોડ મા હોવાનું કહેવાય રહ્યું છે. ત્‍યારે કેશોદ નગરપાલિકાના પ્રમુખ પદ નો પ્ર કાંટાળો તાજ પ્ર કોના શિરે મુકાશે....?! કોણ મેળવશે કેશોદ શહેરના પ્ર પ્રથમ નાગરિક પ્ર તરીકે નું સન્‍માન....?! આ સવાલોના જવાબ નજીકનાજ ભવિષ્‍યમાં  મળનાર જનરલ બોર્ડ ની બેઠક બાદ મળી જશે.

(1:24 PM IST)