News of Monday, 5th October 2026
વાંકાનેર સિટી પોલીસના ASI ક્રિષ્નાબેન ગરૈયાની એથ્લેટિક્સમાં સુવર્ણ સિદ્ધિઃ મોરબી પોલીસ વિભાગ અને આહિર સમાજનું ગૌરવ

વાંકાનેરઃ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી એએસઆઇ ક્રિષ્નાબેન એસ. ગરૈયાએ રમત-ગમત ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરી મોરબી પોલીસનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં હિંમતનગરના ર્ંસાબર સ્ટેડિયમ ખાતેના સિન્થેટિક ગ્રાઉન્ડ પર યોજાયેલી ‘DGP કપ એથ્લેટિક્સ ટુર્નામેન્ટ-૨૦૨૬' માં ક્રિષ્નાબેને ઉત્કળષ્ટ પ્રદર્શન કરી એક ગોલ્ડ અને બે સિલ્વર મેડલ સહિત કુલ ત્રણ મેડલ પોતાના નામે કર્યા છે. ૨૦૦ મીટર દોડમાં સુવર્ણ પદક (ગોલ્ડ મેડલ) મેળવી પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. જ્યારે ૧૦૦ મીટર દોડમાં રજત પદક (સિલ્વર મેડલ) મેળવ્યો હતો. આ ઉપરાંત બોર્ડર રેન્જની ૪થ૧૦૦ મીટર રિલે ટીમમાં પણ સમાવેશ થયો હતો. આ ઈવેન્ટમાં પણ શાનદાર પ્રદર્શન કરતાં તેમણે રજત પદક (સિલ્વર મેડલ) મેળવ્યો હતો. આમ, ખાખી વર્દીની ફરજ સાથે રમતગમત ક્ષેત્રે પણ પોતાની પ્રતિભા સાબિત કરી ક્રિષ્નાબેન ગરૈયાએ ત્રણ મેડલની હેટ્રિક નોંધાવી છે. મળેલા મેડલ સાબરકાંઠા એસપી ડો. પાર્થરાજસિંહ ગોહિલના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. વાંકાનેર સિટી પોલીસમાં ફરજ બજાવવાની સાથે એથ્લેટિક્સમાં ૧ ગોલ્ડ અને ૨ સિલ્વર એમ કુલ ત્રણ મેડલ મેળવી ક્રિષ્નાબેન ગરૈયાએ માત્ર મોરબી પોલીસ વિભાગનું જ નહીં પરંતુ સમગ્ર આહીર સમાજનું પણ ગૌરવ વધાર્યું છે.(અહેવાલઃ લિતેશ ચંદારાણા-વાંકાનેર)
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
