<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

જામકંડોરણામાં જયેશભાઈ રાદડીયાની ઉપસ્‍થિતિમાં વિજય સરઘસ તથા વિજય સભા યોજાઈ

 

(મનસુખભાઈ બાલધા દ્વારા) જામકંડોરણા તા. ૧ :..  સ્‍થાનિક સ્‍વરાજની ચુંટણીમાં વિજેતા થયેલા ભાજપના જામકંડોરણા તાલુકા પંચાયતના સદસ્‍યો તેમજ તાલુકામાં આવતી રાજકોટ જીલ્લા પંચાયતની બે બેઠકો દડવી તથા જામકંડોરણા બેઠકના ભાજપના વિજેતા થયેલા સદસ્‍યોનું ધારાસભ્‍ય જયેશભાઈ રાદડીયાની ઉપસ્‍થિતિમાં જામકંડોરણા ખાતે ભવ્‍ય વિજય સરઘસ નીકળ્‍યું હતું.

આ વિજય સરઘસ કન્‍યા છાત્રાલયથી શરૂ થઈ શહેરના માર્ગો પર ફરી કન્‍યા છાત્રાલય ખાતે પૂર્ણ થયું આ વિજય સરઘસમાં ધારાસભ્‍ય જયેશભાઈ રાદડીયા તેમજ જીલ્લા તથા તાલુકાની બેઠકોના ચુંટાયેલા સભ્‍યોને લોકોએ પુષ્‍પહાર તેમજ મો મીઠા કરાવી આવકાર્યા હતા.

આ વિજય સરઘસમાં તાલુકા ભરમાંથી સરપંચો, આગેવાનો, કાર્યકરો,સંગઠનના હોદેદારો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા વિજય સરઘસ બાદ વિજય સભા યોજાઈ હતી આ વિજય સભામાં ધારાસભ્‍ય જયેશભાઈ રાદડીયાએ ચુંટાયેલા સૌ સભ્‍યોને અભિનંદન પાઠવ્‍યા હતા અને આ જીત બદલ તાલુકા ભરના સૌ આગેવાનો, કાર્યકરો તેમજ મતદારોનો આભાર વ્‍યકત કયો હતો.

(11:44 AM IST)