News of Monday, 5th October 2026
ભાવનગરના બુધેલ ગામે વરતેજ પોલીસે PGVCL અને તલાટીની ટીમને સાથે રાખી ડે-કોમ્બિંગ
૭ ગેરકાયદે વીજ કનેક્શન હટાવી રૂ. ૩ લાખનો દંડ ફટકારવામાં આવ્યો

ભાવનગર જિલ્લાના બુધેલ ગામે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ ગેરકાયદે પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે વરતેજ પોલીસ દ્વારા વ્યાપક સ્તરે ડે-કોમ્બિંગ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સંયુક્ત ઓપરેશનમાં વરતેજ ઉપરાંત ઘોઘા અને વેળાવદર-ભાલ પોલીસ સ્ટેશનના જવાનો પણ જોડાયા હતા. પોલીસે ખાસ કરીનેપ્રોહિબિશનની ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને શંકાસ્પદ ઈસમોના ઘરે પહોંચીને ઝીણવટભરી તપાસ કરી હતી.
આ ડ્રિલ માત્ર પોલીસ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ વહીવટી તંત્રના સંકલનથી PGVCL ની ટીમ અને તલાટી-કમ-મંત્રીને પણ સાથે રાખવામાં આવ્યા હતા. સંયુક્ત તપાસ દરમિયાન ગામમાં મોટાપાયે ગેરકાયદે વીજ જોડાણો ઝડપાયા હતા. તંત્ર દ્વારા ગેરકાયદે વીજ જોડાણના કુલ 7 કનેક્શનો તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવ્યા હતા અને સંચાલકોને કુલ રૂ. 3,00,000નો જંગી દંડ ફટકારવામાં આવ્યો
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
