<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

ગોંડલના સંદીપભાઇ રેવર પાસેથી સાળા-બનેવીએ ૪ લાખ પરાણે પડાવ્‍યા

જૂનાગઢના શબ્‍બીરે દવાથીધી છે તે મરી જશે તો પોલીસમાં નામ લખાવી દેવાની ધમકી આપી પૈસા પડાવ્‍યાઃ ગોંડલ તાલુકા પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા.૧૪: ગોંડલની આશાપુરા ચોકડી પાસે રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા મુળ જૂનાગઢના માખીયાળા ગામના સંદીપભાઇ કાનજીભાઇ રેવર (ઉ.વ.૨૮) ને ધમકાવી જૂનાગઢના સાળા-બનેવીએ બળજબરીથી ધમકી આપી રૂા.૪ લાખ પડાવી લીધાની ફરીયાદ નોંધાઇ છે.

આ મામલે સંદીપભાઇએ જૂનાગઢમાં શબ્‍બરી  સુમરા અને તેના સાળા સામે ગોંડલ તાલુકા પોલીસમથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યુ કે તે બે વર્ષ અગાઉ ફેરલીંપ ઇન્‍ચાર્જ તરીકે નોકરી કરતા હતા જયા આરોપી શબ્‍બીર સુપરવાઇઝર હતા શેઠને કામ બરાબર ન લાગતા છુટા કરી દીધા હતા. જેથી છ માસથી તે બીજી કંપનીમાં જોબ કર્યા બાદ ઓરસન કંપનીએ તેને ફરી જો પર લીધા  જયારે શબ્‍બીરને કામ પર લીધો ન હતો આઠેક માસ પહેલા શબ્‍બરીે કોલ કરી' તુ તારી રીતે પાછો કંપનીમાં લાગી ગયો છે. મને કંપનીમાંથી કઢાવી નાખેલ છે હવુ હું તારી જીંદગી બગાડી નાખીશ કહી અવાર નવાર ધમકાવતો હતો એટલુ જ નહી તેના માતા અને બહેનને ઉપાડી લેવાની પણ ધમકી આપી કરાવતો હતા.

ગઇ તા. ૩૧/૧માં આરોપીના સાળાએ તેને કોલ કરી ‘મારા બનેવી શબ્‍બીરે દવા પી લીધી છે. તમારે લીધે પીધી છે  કંઇ થાશે તો તારૂ નામ હું આપી દઇશ કહી ધમકાવી અલગ-અલગ સમયે મારફતે બળજબરીથી  રૂા. ૪,૦૧,૦૦૦  લાખ પાડવી  લઇ આ વાત કોઇને કહીશ અને પોલીસ કરીશ તો અમારા માણસો તને ઉપાડી લેશે અને જાથી મારી નાખશે કહી ધમકી આપી હતી

(11:28 AM IST)