<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

ઉનાના શિક્ષિકા જયોત્‍સનાબેન પટોળિયાને પૂ.ભાઇશ્રીના હસ્‍તે ગુરૂગૌરવ એવોર્ડ એનાયત

 

(નવીન જોષી દ્વારા) ઉના, તા.૩૦: શહેરની પી.એમ. શ્રી. પ્રાથમિક કુમાર શાળા નબર ૧ માં ઉપ શિક્ષિકા તરીકે ફરજ બજાવતા જ્‍યોત્‍સનાબેન નાથાભાઈ પટોળિયાને શિક્ષણ ક્ષેત્રે નવીન પ્રયોગ અને વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ માટે  અભૂતપૂર્વ ધારાસભ્‍ય યોગ દાન આપવા બદલ  ભારતીય સંસ્‍કળતિ સંવર્ધક ટ્રસ્‍ટ સંચાલિત સાંદિપની વિદ્યા નિકેતન પોરબંદર દ્વારા શ્રેષ્ઠ શિક્ષિકા તરીકે પસંદગી. કરી ગુરૂ ગૌરવ એવોર્ડ તરીકે પસંદ કરવામાં આવેલ હતા.

સાંદિપની વિદ્યા નિકેતન પોરબંદર મુકામે યોજાયેલ ગુરૂ ગૌરવ એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં ભગવત કથાકાર પૂ. રમેશભાઈ ઓઝા, શિક્ષણવિદ ગિજુભાઈ ભરાડ, ટેકનીકલ અને ઉચ્‍ચ શિક્ષણ મંત્રી ત્રિકમ ભાઈ છાંગા , પદ્મશ્રી ડો. અનિલભાઈ ગુપ્તા, પદ્મશ્રી ડો. રતિલાલ બોરીસાગર, ડો. વિજયભાઈ ગુપ્તા અને વિવિધ આગેવાનોની ઉપસ્‍થિતિમાં શ્રેષ્ઠ શિક્ષિકા જ્‍યોત્‍સનાબેન નાથાભાઈ પટોળિયા ને ગુરુ ગૌરવ એવોર્ડ અર્પણ કરી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. ઊના તાલુકાના શિક્ષિકા બેનનું સન્‍માન કરવામાં આવતા તાલુકા નું ગૌરવ વધ્‍યું છે.

(12:03 PM IST)