<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

જામજોધપુના લાંચ કેસમાં બે પોલીસ કર્મચારીઓને એક-એક વર્ષની સજા

જામનગર, તા.૯: જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં દારૂનો કેસ નહિ કરવા બાબતે લાંચમાં ઝડપાયેલા બે પોલીસ કર્મચારીને એક વર્ષની કેદની સજાનો અદાલતે આદેશ કર્યો છે. આ કેસથી બચવા માટે લાંચના પૈસા નહિ પરંતુ વાહન મરામતના ગેરેજ વાળાના પૈસા આવવાના હોવાનું  પણ ચિત્ર ઉપસ્‍થિત કરવામાં આવ્‍યું હતું. પરંતુ સરકારી વકીલને દલીલોને ધ્‍યાનમાં રાખીને આરોપીને સજાનો હુકમ થયો છે.

જામજોધપુરમાં રહેતા અજય મનસુખલાલ સુરેજા તારીખ ૬/૧/૨૦૧૩ ના જામજોધપુર પંથકમાંથી બાઈક લઈને પસાર થતા હતા, ત્‍યારે પોલીસ કર્મચારી નારણભાઈ વિરમભાઈ ગઢવી અને લખુભા ગંભીરસિંહ રાઠોડએ તેમના બાઇકની ડેકીની તલાસી લેતા દારૂના બે પાઉચ મળી આવ્‍યા હતા. આથી આ કેસ નહિ કરવા માટે રૂપિયા ૨૦,૦૦૦  ની લાંચની રકમ માગણી કરવામાં આવી હતી અને અંતે રૂ.૧૮૦૦૦ માં નક્કી થયું હતું.

જે અંગે લાંચ રુશ્વત વિરોધી શાખા ને ફરિયાદ કરવામાં આવતા તારીખ ૮/૧૨/૨૦૧૩ ના રોજ છટકુ ગોઠવાયું હતું. જેમાં નારણભાઈ એ પૈસા લેવા માટે લખુભા રાઠોડને મોકલ્‍યા હતા અને તે લાંચ લેતા ઝડપાઈ ગયા હતા.

આ પછી લાંચ રુશ્વત  વિરોધી શાખાના પોલીસ સ્‍ટાફે બંને પોલીસ કર્મચારી સામે ગુનો નોંધ્‍યો હતો અને અદાલતમાં ચાર્જ સીટ રજૂ કર્યું હતું.

આ અંગેનો કેસ જામનગર સેસન્‍સ અદાલતમાં ચાલી જતા સાત સાહેદોને તપાસવામાં આવ્‍યા હતા. અને ૪૦ દસ્‍તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્‍યા હતા.

આ પછી ફરિયાદી અને આરોપી વચ્‍ચે સમાધાન થયું હશે. આથી સરકારી વકીલે દલીલ કરી હતી કે ફરિયાદી જો ફરી જાય અથવા સાહદ હોસ્‍ટાઇલ જાહેર થાય તો પણ તેમની જુબાનીના રિલેવેન્‍ટ પેરાને ધ્‍યાને લઈ શકાય.

આ કેસમાં ફરિયાદીએ એમ એમ જણાવ્‍યું હતું કે પોતાની બાઈક ગેરેજવાળાને રીપેરીંગ માટે આપી હતી જે લેવા જતા રૂ.૧૮૦૦૦ ની ખર્ચ અને મજૂરીની રકમ માંગણી કરવામાં આવતા અને પોતાની પાસે પૈસા નહિ હોવાથી આ પોલીસ કર્મચારીની મદદ લીધી હતી. આ પછી પોતાને બાઈક મળી ગયું હતું. જ્‍યારે ગેરેજ વાળાને ચૂકવવાના ૧૮૦૦૦ ની રકમ આ પોલીસ કર્મચારીને ચૂકવવા જતા એ વેળા એ તેને ઝડપી લીધા હતા.

આ ઉલટ તપાસ દરમિયાન ગેરેજ વાળો પણ  તે મિકેનિક છે કે કેમ ?  સાબિત થઈ શકયું ન હતું. ફરિયાદી, આરોપી અને ગેરેજ વાળા એ એક સંપ કરીને આ ખોટી વાર્તા રજૂ કરી છે. તેમ સરકારી વકીલે દલીલો કરી હતી.

તમામ દલીલો સાંભળ્‍યા પછી સેશન્‍સ જજ એન આર જોશીએ બંને પોલીસ કર્મચારીને એક વર્ષની કેદની સજા અને રૂપિયા ૧૫૦૦૦ ના દંડનો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે વકીલ દીપક આર ત્રિવેદી રોકાયા હતા.હ

(1:29 PM IST)