News of Wednesday, 27th May 2026
બીલખામાં જાહેરમાં જુગાર રમતા મહિલા સહિત બે પકડાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૨૭: બીલખામાં પોલીસે આધેડ મહિલા, યુવકને જાહેરમાં જુગાર રમતા ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીલખામાં ઉમરાળા રોડ પર સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
આ કાર્યવાહીમાં પોલીસે રેઇડ દરમિયાન સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમી રહેલા ઉમરાળા રોડ માળીની વાડી સામે રહેતા ૫૫ વર્ષીય જેતુનબેન ગુલાબશા શહમદાર અને બીલખામાં આંબલી શેરીમાં રહેતો ૨૯ વર્ષીય વસીમ ઓસમાણભાઈ ચૌહાણને પકડી લઈ રૂપિયા ૮,૭૫૦ની રોકડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
