તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Friday, 16th October 2026
ધ્રોલમાં ૩૦૦ વર્ષ પહેલાની નવરાત્રીમાં ગરબીની પરંપરા યથાવત
શ્રી બહુચરાજી માતાજીના સાનિધ્યમાં શ્રોતાઓ મંત્રમુગ્ધ બનીને ભકિતમય વાતાવરણમા઼ થયા છે તલ્લીનઃ ભકિત-શકિતની આરાધના

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલઃ તા.૧૬, પ્રાચીન સમયમાં ‘‘ધવલપુરી નામ ધરાવતું હાલમાં ધ્રોલ'' થી ઓળખાતો જામનગર જિલ્લાનો સમૃધ્ધ તાલુકો જેમાં બહુચરાજીમાતાના મંદિર પાસે તેઓના સાનિધ્યમાં કુળદેવી માં ખંભલાવ માતાજીના સ્થાપન તથા ર્માંની હાજરી તથા કૃપાથી આ વિસ્તરમાં વસવાટ કરતા વ્યાસકુટુંબો તેમજ પરિવારજનો અને આપ્તજનો-ત્રિવેદી કુટુંબ, શુકલ કુટુંબ, દવે કુટુંબ, ઠાકર કુટુંબ તથા અન્ય બ્રાહ્મણકુટુંબો તથા સ્નેહી-મિત્રો દ્વારા લગભગ ૩૦૦ વર્ષથી પરંપરાગત રીતે ‘‘શારદિય નવરાત્રી'' ની ઉજવણી દર વર્ષે નવરાત્રીના દિવસોમાં ભકિતભાવ સાદાઇ તથા ભકિત-શકિતની આરાધના રૂપે ઉજવાય છે.
નવરાત્રીના દિવસોમા઼ માતાજીના અતિપ્રાચીન ગરબાઓ જે વિક્રમ સંવત ૧૬૦૦ થી ૧૮પ૦ ના સમયગાળામાં લખાયા છે તે કવિયો જેવા કે ભટ્ટ શીવરામ, દેવરામ, શ્યામલ ભટ્ટ,દાસ વલ્લભ, દેવીદાસ, મીઠો ભગત,દાસ છગન, જેવા ર્માં ભગવતીના ઉપાસકો દ્વારા લખાયેલ છે. અત્યંત કર્ણપ્રિય ગરબાઓ-સ્થાપનાનો ગરબો શણગારનો ગરબો, બારમાસનો છંદ, મીઠાનો રાસ, આશાપુરા માનો ગરબો ખંભલાવમાનો ગરબો, મારૂપતિનો ગરબો, ચાલોમાને ચાંચરનો છંદ, શીવજી સેવિયાનો ગરબો તથા હવનાષ્ટમીના ગવાતો કવિ દેવીદાસ રચિત ‘ઇશ્વર વિવાહ' માતાજીની હમચી,છંદોબધ્ધતતે વિલંબીતઢાળમાં, ધોતી-પિતાંબર-મુકશે પહોંચીને ભાઇઓ દ્વારા ભકિતમય રીતે ગાવામાં આવે છે. તમામ ગરબાઓ નોબતના નાદ અને ઝાંઝ-પખાલના સથવારે જગદંબાની ભકિત અને આરાધના સ્વરૂપે રજૂ થાય છે શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ભકિતમય વાતાવરણમાં મગ્ન થતા જોવા મળે છે.
નવરાત્રીના પ્રથમ દિવસે બહુચરાજી માતાજીનાં મંદિરમાં શાષાોકત વિધીથી ર્માં ખંભાલાવમાતાજીની સ્થાપના કરી કળશ સ્થાપન થાય છે આઠમના દિવસે ‘શક્રાદય સ્તુતિ' સાથે હવન કરવામાં આવે છે. દશેરાના દિવસે ગરબીપુરી કરી મંડપ ઉધ્ધાપનકરી માતાજીને વિદયા આપતી વખતે આખું વાતાવરણ ભાવવિભોર જોવા મળે છે. શાષાોકત વિધી સાથે માતાજીને મંત્ર પુંષ્પાંજલી અર્પણ થાય છે.
લભગ ત્રણસો વર્ષ પહેલાથી આ ગરબીને પરંપરાગત રીતે જાળવી રાખવા અમારા વડિલો-વૈદરાજ ગૌરીશંકર વ્યાસ, શાષાી ત્રિભોવન અદા વ્યાસ, જટાશંકર વ્યાસ (જટાઅદા), છગનલાલ વ્યાસ, નાથુભાઇ વ્યાસ, (શાષાીજી), વૈદરાજ તુલજાશંકર વ્યાસ,વૃજલાલ વ્યાસ, જગદીશચંદ્ર વ્યાસ, જયંતીભાઇ વ્યાસ, ભુપતભાઇ રાવલ, લક્ષ્મીશંકર શુકલ, અરવિંદભાઇ ઠાકર હરૂભાઇ શુકલ, યશવંતભાઇ દેસાઇ, રમેશભાઇ ઠાકર, મધુસુદનભાઇ જે.વ્યાસ, હરકાન્તભાઇ વ્યાસ, દેવપ્રસાદ મામા વગેરેએ ખૂબજ સફળ મહેનત કરી છે. ત્રણસો વર્ષ પછી એ જ પરંપરા જાળવી રાખવા વર્તમા પેઢીના ભુપતરાય વ્યાસ, વૈદરાજ ગૌતમભાઇ વ્યાસ, પિનાકીન વ્યાસ, મેહન્દ્ર વ્યાસ, પ્રમોદકુમાર વ્યાસ, હરેશભાઇ દવે, કિશોરભાઇ દવે, ડો. વિજયભાઇ વ્યાસ, વિજયભાઇ જે.વ્યાસ, તેજશ વ્યાસ, મુકુન્દ વ્યાસ, જીજ્ઞેશ અગ્રાવત વગેરે ભકિતભાવથી પોતાનો સાથ સહકાર આપે છે.
તેમજ સ્નેહી-મિત્રોમાં લહેરૂ કુટુંબ શ્રી હરપ્રતાપસિંહજી ગોહિલ તેમજ પરિવાર, રામાનંદિ પરીવાર અને સદા માતાજીની સેવા અગ્રેસર ભીમાણી કુટુંબનો સદા સાથે સહકાર અને આર્થિક સહયોગ- આ ‘બહુચરાજી ગરબી મંડળ-ધ્રોલ'ને મળતો રહયો છે તથા ઓશકભાઇ પુજારા અને શ્રી નરેશભાઇ પુજારા અને પરિવારનો સહકાર મળતો રહયો છે.
આ પ્રાચીન શાષાીયરાગ આધારીત ગરબાઓને લયબંધ્ધરીતે શ્રી મધુસુદનભાઇ ટી. વ્યાસ અને શ્રી ભુપતરાય વી. વ્યાસ સ્વર આપે છે. નોબતનો સંગ શ્રી વિજયભાઇ ટી. વ્યાસ આપે છે અને ઝાંઝ-પખાલની રંગત શ્રી ઉપેન્દ્રભાઇ એચ.વ્યાસ આપી રહયા છે.
આ ગરબીને સાંભળવા આવતા દરેક શ્રાોગણ દરરોજ ભકિત પ્રેમ અને આનંદવિભોર થઇ ઘરે જાય છે આપને આ ગરબીમાં આવવા શ્રી બહુચરાજી ગરબી મંડળ ધ્રોલ આંમત્રીત કરે છે તેમ મધુસુદન ટી. વ્યાસ (જામનગર)ની યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ અમિત કંસારા -ધ્રોલ)
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
