<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

કોડીનારમાં ધોધમાર વરસાદ ખાબક્યો : પાણી દરવાજા, વાસ સ્ટેશન રોડ, શિંગોડા બ્રિજ નજીક વરસાદી પાણી ભરાયા

રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી:રોડ નીચાણ વાળા વિસ્તારમાં હોવાના કારણે પાણી ભરાઈ ગયા

ગીર સોમનાથના કોડીનારમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદ બાદ નીચાણ વાળા વિસ્તારોમાં પાણી  ભરાયા હતા કોડીનારના પાણી દરવાજા, વાસ સ્ટેશન રોડ, શિંગોડા બ્રિજ નજીક વરસાદી પાણી ભરાયા હતા . રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. રોડ નીચાણ વાળા વિસ્તારમાં હોવાના કારણે પાણી ભરાયા હતા 

 

(6:30 PM IST)