News of Saturday, 18th July 2026
ધોરાજી BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે આવતીકાલે રવિવારે પૂજ્ય જનમંગલ સ્વામી નડિયાદથી પધારીને દિવ્ય કથા-વાર્તાનો લાભ આપશે : હરિભક્તોમાં અનેરો ઉત્સાહ
50 વર્ષની સાધુતાના ધની અને વિશ્વવિખ્યાત કથાકાર પૂ. જનમંગલ સ્વામી રમુજી શૈલીમાં જ્ઞાન સાથે મનોરંજન કરાવશે : રવિવાર રાત્રે 8.45 વાગ્યાથી પ્રમુખ સ્વામી માર્ગ સ્થિત મંદિરે કાર્યક્રમ : BAPS સત્સંગ મંડળ દ્વારા ધોરાજીના તમામ ધર્મપ્રેમીઓને પરિવાર સાથે ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ

(કિશોર રાઠોડ દ્વારા)ધોરાજી તા.૧૮ : ધોરાજીના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે આવતીકાલે રવિવાર, તા. 19/07/2026ના રોજ આધ્યાત્મિક ઉત્સવ જેવો માહોલ સર્જાશે. નડિયાદથી ખાસ પધારી રહેલા સંસ્થાના વરિષ્ઠ કથાકાર સંત પૂજ્ય જનમંગલ સ્વામીની દિવ્ય કથા-વાર્તાનો લાભ સૌ હરિભક્તોને મળશે.
પૂ. જનમંગલ સ્વામીએ સન 1977માં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના વરદ્ હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી. છેલ્લા *50 વર્ષથી* તેઓ પવિત્ર સાધુ જીવન જીવીને સંસ્થાની સેવામાં સક્રિય છે. તેઓ વિશ્વના અનેક દેશોમાં ફરીને કથા-વાર્તા દ્વારા લાખો લોકોને આધ્યાત્મિક માર્ગદર્શન આપી ચૂક્યા છે.
પૂ. જનમંગલ સ્વામીની સૌથી મોટી વિશેષતા તેમની *રમુજી અને સરળ કથા શૈલી છે. તેઓ ઊંડા આધ્યાત્મિક જ્ઞાનને હાસ્યના માધ્યમથી એવી રીતે રજૂ કરે છે કે શ્રોતાઓ જ્ઞાન પણ મેળવે અને પેટ ભરીને હસે પણ ખરા. ઘણા સમયના અંતરાલ બાદ તેઓ ધોરાજી પધારી રહ્યા હોવાથી ધોરાજીના સત્સંગીઓ અને ધર્મપ્રેમીઓમાં ભારે આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
BAPS સ્વામિનારાયણ મંદિર, પ્રમુખ સ્વામી માર્ગ, રેલવે ફાટક પાસે, ધોરાજી ખાતે કાલે રાત્રે 8.45 કલાકથી કથાનો પ્રારંભ થશે.
BAPS સત્સંગ મંડળ, ધોરાજી દ્વારા શહેરની તમામ ધર્મપ્રેમી જનતા, હરિભક્તો, સત્સંગીઓ અને સનાતની ભાઈ-બહેનોને કથાનો પરિવાર સાથે લાભ લેવા માટે હાર્દિક જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
