News of Thursday, 16th July 2026
આજે કચ્છી નવું વર્ષઃભુજમાં સાંજે હમીરસર તળાવને કાંઠે સાંસદ કચ્છ કાર્નિવલ સાથે ભવ્ય ઉજવણી .
જાહેર સ્થળોએ રોશનીના ઝળહળાટ સાથે કચ્છી નવા વર્ષનો હરખ ઝીલાયોઃ ૧૨૦૦ જેટલા કલાકારો ૪૮ કળતિઓ સાથે પોતાની કલાના કામણ પાથરશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૬ :.. આજે અષાઢી બીજ કચ્છી નવું વર્ષ. દેશ વિદેશમાં રહેતા લાખો કચ્છી માડુઓ માટે ઉજવણીનો દિવસ. ભુજમાં આજે સાંસદ કચ્છ કાર્નિવલના ભવ્ય આયોજન સાથે કચ્છી નવા વર્ષની હરખભેર ઉજવણી કરવામાં આવશે. ભુજના જાહેર સ્થળોએ રોશનીના ઝળહળાટ સાથે કચ્છી નવા વર્ષનો હરખ અને ઉત્સાહ વર્તાઈ રહ્યો છે.
આજે સાંજે ભુજના હમીરસર તળાવના કાંઠે સાંસદ વિનોદ ચાવડા દ્વારા કચ્છ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહાદેવ નાકાથી રાજેન્દ્ર પાર્ક સુધીના રૂટ ઉપર ૧૨૦૦ જેટલા કલાકારો ૪૮ કળતિઓ સાથે પોતાની કલાના કામણ પાથરશે. શ્રેષ્ઠ ૧ થી ૫ કળતિઓને ઈનામ આપી બિરદાવાશે. આ પ્રસંગે સમગ્ર તળાવને કાંઠે ઝળહળાટભરી રોશની કરાઈ છે. (પ
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
