News of Thursday, 18th June 2026
ગોંડલ-આટકોટમાં ઝાપટાઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાની રાહ
પવનના સૂસવાટા યથાવતઃ આખો દિવસ અસહ્ય ઉકળાટ વચ્ચે ધુપ-છાંવવાળુ વાતાવરણ

આટકોટ અને ગોંડલમાં વરસાદ પડતા રસ્તા ભીના થઇ ગયા હતાં. (તસ્વીર : ભાવેશ ભોજાણી(ગોંડલ), કરશન બામટા (આટકોટ)
રાજકોટ તા. ૧૮ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપ-છાંવ સાથે સાર્વત્રિક વરસાદની રાહ જોવાઇ રહી છે પવનના સૂસવાટા સાથે મિશ્ર વાતાવરણ યથાવત છે.
આવા વાતાવરણ વચ્ચે આજે સવારે ગોંડલ અને આટકોટમાં વરસાદી ઝાપટા પડયા હતાં.
આટકોટ
(કરશન બામટા દ્વારા) આટકોટ :.. આટકોટ સવારે ઝાપટું વરસ્યું રસ્તા ભીનાં થયાં આજે સવારે થી વાતાવરણ માં પલ્ટો આવ્યો આકાશમાં કાળાડિબાંગ વાદળો ની ફોજ નિકળી અને વરસાદી માહોલ વચ્ચે ઝાપટાં પડયા હતા રસ્તા ભીના થયાં હતાં ખેડુતો હવે મેધરાજા ની રાહ જોઈ રહ્યા છે હવે કયારે પધારો છો મેધરાજા પધારો ધણા ખેડુતો એ ઓરવી ને મગફળી નું વાવેતર કર્યું છે ત્યારે હવે મેધરાજા ધબધબાટી બોલાવી દે તેવી પ્રાથના કરી રહ્યા છે મેધરાજા એ માત્ર હાઉકલી કરી હતી વાતાવરણ માં ઠંડક પ્રસરી ગઇ હતી લોકો હવે ગરમી થી ત્રાહિમામ પોકારી ગયા છે હવે તો વરસાદ સારો પડે તો ગરમી માંથી રાહત મળે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :.. મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રી, લઘુતમ ર૮, ભેજ ૭ર ટકા અને પવનની ગતિ ૧૩.૧ કિ. મી. પ્રતિ કલાક રહી હતી.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
