News of Tuesday, 28th July 2026
ચોટીલામાં પાંચ મહિનામાં કોળી સમાજની ત્રણ યુવતીઓ ગૂમ
ડેપ્યુટી કલેક્ટરને રજૂઆતઃ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરી યુવતીઓને શોધી આપવા માંગ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૮: ચોટીલા તાલુકામાં છેલ્લા પાંચ મહિનામાં કોળી ઠાકોર સમાજની ત્રણ જેટલી યુવતીઓ ગુમ થઈ ગઈ છે અને આ અંગે પીડિત પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદો પણ દાખલ કરવામાં આવી છે. જાણકારી આપવામાં ન આવતા કોળી ઠાકોર સમાજના આગેવાનો અને જે પરિવારજનોની દીકરીઓ ગુમ છે તેમના પરિવારજનોમાં રોષ ભભૂકી ઉઠવા પામ્યો છે.
આ અંગે ઠાકોર કોળી સમાજની યુવતીને ફોસલાવી લલચાવી અને લઈ જવામાં આવતી હોવાનો આક્ષેપ પણ ઠાકોર અને કોળી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો છે.
હવે કોળી ઠાકોર સમાજના આગેવાનો દ્વારા ડેપ્યુટી કલેકટર હરેશ મકવાણાને આ અંગે રજૂઆત કરવામાં આવી છે અને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે. આ અંગે યોગ્ય તપાસ કરાવી અને ન્યાયિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે અને ઠાકોર કોળી સમાજના આગેવાનો દ્વારા પણ આ અંગે સમર્થન આપી અને આગામી સમયમાં જો આ ત્રણ જેટલી યુવતીઓને શોધી આપવામાં નહીં આવે તો આંદોલનનો માર્ગ આપવાના ચીમકી પણ આપવામાં આવી છે
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
