<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

ઉનાના કેસરિયામાં બંધ મકાનમાંથી પોણા ત્રણ લાખની ચોરીનો ભેદ ઉકેલાયોઃ દાગીના સાથે ૪ ઝડપાયા

(નવિન જોષી દ્વારા) ઉના, તા.૧૩: તાલુકાના કેસરિયા ગામે બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડની કુલ પોણા ત્રણ લાખની ચોરીના ૪ આરોપીઓને પોલીસે પકડીને ચોરીનો ભેદ ઉકેલી નાખ્‍યો છે. પોલીસે કેસરિયા ગામે બંધ મકાન માં રૂપિયા ૨,૭૩,૬૦૦/ ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલીને કેસરિયા ગામના ૪ આરોપીને પકડી તેની પાસેથી ચોરીના સોના અને ચાંદીના દાગીના અને રોકડ રકમ કબ્‍જે કરેલ છે. ઊના શહેરમા ગોંદરા ચોક પાસે ડબલ સવારી મોટર સાયકલને મચ્‍છી ભરેલ બોલેરો પિકપ વાનના ચાલકે હડફેટે લેતા પતિની નજર સામે પત્‍ની નું મોત થયું

કેસરિયા ગામે ભાણજીભાઈ નાનુંભાઈ કામલિયા તેમના પરિવાર સાથે ઘર બંધ કરી સિમલા અને મનાલી ફરવા ગયા હતા ત્‍યારે રાત્રિના સમયે ઘરની પાછળની બારીની ગ્રિલ તોડી કોઈ તસ્‍કરો પ્રવેશ કરી રોકડા રૂપિયા ૨લાખ, સોના અને ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૨,૭૩૬૦૦/ની ચોરી થયાની ભાણજીભાઈની માતા વેજીબેન નાનુભાઈ કામલિયા રે. કેસરિયાએ નોંધાવી હતી. આ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે જૂનાગઢ રેન્‍જ ડી. આઇ. જી. પી. રાજેન્‍દ્રસિંહ ચુડાસમા અને જીલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાની સૂચનાથી ઊના પ્રાંતના નાયબ પોલીસ અધિક્ષક એમ. એફ. ચૌધરીના માર્ગ દર્શન હેઠળ ઊનાના પોલીસ ઇન્‍સ્‍પેકટર જે. કે. મોરી, પી. એસ. આઇ. આર. પી. જાદવ તપાસની ટીમ એ. એસ. આઇ. શાંતિભાઈ વેલાભાઈ, જોરૂભા નારણ ભા પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ ભાવસિંહ ગોવિંદ સિંહ દર્શિત ભાણાભાઈ, અનિલભાઈ ભૂપતભાઈ જાદવ અને સ્‍ટાફ વિવિધ ટીમ બનાવી કેસરિયા ગામે ફરિયાદીના ઘર પાસે રહેતા અને ધંધો કરતા શખ્‍સોની પૂછ પરછ કરી હતી. શંકાસ્‍પદ યુવાનો સંજય ઉર્ફે ભૂરો ધીરુભાઈ વાજા, જગદીશ ઉર્ફે જયદો બચુભાઈ શિંગોડ, દેવસી બિજલભાઈ શિંગોડ અને વિપુલ ગીરી શંકર ગિરી મેઘનાથી રે. તમામ કેસરિયાની આગવી પૂછ પરછ કરી હતી. અને પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સથી માહિતી મેળવીને આરોપીઓને કડક પૂછ પરછ કરતા ભાંગી પડ્‍યા હતા અને તેમણે ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. કેવી રીતે લોખંડની કોષથી બારીની ગ્રિલ તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરી હતી તેનું નિર્દેશન કરેલ.

 પોલીસે આરોપીઓના કબજામાંથી રોકડ રૂપિયા ૩૬૫૦૦/મોબાઈલ ફોન ત્રણ ૫૫૦૦/ સોનાની બુટી ૩૦૬૦૦/ ચાંદીના છડા બેજોડી, ચાંદીની બંગડી બે, ગ્રિલ તોડવામાં ઉપયોગ લીધેલ લોખંડની કોષ એક કબ્‍જે કરી આરોપીઓની ધરપકડ કરી હતી. માત્ર આઠ દિવસમાં ઘર ફોડ ચોરીનો ભેદ ઉકેલી સફળતા મેળવી હતી. બાકીના રૂપિયા કયાં છે? તેની ઊના પોલીસ તપાસ કરી રહી છે. 

 

(11:25 AM IST)