તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Saturday, 5th September 2026
સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ઉત્સાહપૂર્વક શિક્ષક દિવસની ઉજવણી
એક દિવસ માટે શિક્ષકો અને કેડેટ્સ વચ્ચે ભૂમિકાઓની અદલાબદલી કરવામાં આવી

જામનગર: સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ૫ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ શિક્ષક દિવસની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. કેડેટ્સના શૈક્ષણિક, નૈતિક તથા સર્વાંગી વિકાસ અને ચારિત્ર્ય ઘડતરમાં શિક્ષકોના અમૂલ્ય યોગદાનને બિરદાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉજવણીના વિશેષ ભાગરૂપે એક દિવસ માટે શિક્ષકો અને કેડેટ્સ વચ્ચે ભૂમિકાઓની અદલાબદલી કરવામાં આવી હતી. સ્કૂલ કેપ્ટન કેડેટ રુદ્ર ચૌધરીએ આચાર્ય ગ્રુપ કેપ્ટન ઉજ્જવલ ઘોરમાડે ની ફરજો સંભાળી હતી. સ્કૂલના કેડેટ એડજ્યુટન્ટ રિષભ શર્માએ વાઇસ પ્રિન્સિપાલ સ્ક્વોડ્રન લીડર રાકેશ તિવારીની ભૂમિકા નિભાવી હતી, જ્યારે સ્કૂલ એકેડેમિક કેપ્ટન કેડેટ ધ્રુવિલ મકવાણાએ સિનિયર માસ્ટર ડૉ. મહેશ બોહરાની જવાબદારીઓ સંભાળી હતી.
આ પ્રસંગે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કેડેટ ભવ્ય સજવાને પ્રેરણાદાયી વક્તવ્ય દ્વારા શિક્ષક દિવસનું મહત્વ તેમજ કેડેટ્સના જીવનમાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. ત્યારબાદ કેડેટ્સ દ્વારા શિક્ષકો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ઉત્સાહપૂર્ણ સમૂહ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.
કેડેટ્સે સ્ટાફ સભ્યોનું સન્માન કરી તેમને પુષ્પો અર્પણ કર્યા હતા અને તેમના માર્ગદર્શન, સહકાર તથા સમર્પણ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત સૌને સંબોધતા આચાર્ય ગ્રુપ કેપ્ટન ઉજ્જવલ ઘોરમાડે તમામ શિક્ષકો તથા સ્ટાફ સભ્યોને શિક્ષક દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને કેડેટ્સને શિક્ષકોના માર્ગદર્શન તથા મૂલ્યોને જીવનમાં ઉતારવા માટે પ્રેરિત કર્યા હતા.
શિક્ષકો અને કેડેટ્સ વચ્ચેના આદર, સ્નેહ અને વિશ્વાસના મજબૂત બંધનને પ્રતિબિંબિત કરતી આ ઉજવણી આનંદદાયક, ભાવનાત્મક અને યાદગાર રહી હતી
(5:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
