News of Thursday, 30th April 2026
દેશીદારૂના ધંધાર્થી મહિલા સહિત ૬ ને હદપાર કરતી સુલતાનપુર પોલીસ

રાજકોટ, તા. ૩૦ : સુલતાનપુર પોલીસે દેશીદારૂના ધંધાર્થી મહિલા સહિત ૬ શખ્સો સામે હદપારની કાર્યવાહી કરી હતી.
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્રારા અસમાજીક પ્રવળતિ કરતા ઇસમો વિરૂધ્ધ સખ્ત કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જેના અનુસંધાને કે.જી.ઝાલા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ ના માર્ગદર્શન હેઠળ સુલતાનપુર પો.સ્ટે.ના પો.ઇન્સ. ,જે.એ.ખાચર એ સુલતાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધીત દેશી દારૂનો વ્યવસાય કરી લોકોની જાહેર સલામતી અને જાહેર વ્યવસ્થા ઉપરાંત સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પહોચાડતા ઇસમોને હદપાર હેઠળ અટકાયતમાં લેવા હદપારી દરખાસ્ત તૈયાર કરી ,સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટને મોકલતા તેઓ દ્વારા ૬ ઇસમોને રાજકોટ ગ્રામ્ય તથા રાજકોટ શહેર, જામનગર, અમરેલી જીલ્લાની હદ માંથી ત્રણ માસ માટે હદપાર કરવા હુકમ કરતા તમામને અટકાયતમાં લઇ હદપાર કરેલ છે.
સુલતાનપુર પોલીસે (૧) દિપક લાખાભાઇ માથાસુરીયા જાતે (૨) જીતેન્દ્ર ઉર્ફે ખુરી અમરશીભાઇ ગોલ જાતે પટેલ ઉવ ૪૬ ધંધો ખેતી/મજુરી રહે દેરડી કુંભાજી ગામ તા ગોંડલ (૩) ભરત ઉર્ફે બાંગો રાઘવભાઇ વાડોદરીયા ધંધો મજુરી રહે.સુલતાનપુર ગામે સામા કાંઠે દશામાના મંદિર પાસે તા. ગોંડલ.(૪) નીતીન કાળુભાઇ સાકરીયા ધંધો-મજુરી રહે. કમરકોટડા ગામ તા-ગોડલ (૫) રાજેશ વળજલાલ નરોડીયા ધંધો ખેતી રહેવાસી- દેરડી કુંભાજી કળષ્ણનગર પ્લોટ વિસ્તાર, તા- ગોંડલ, (૬) વીલાશબેન વા/ઓ ચંદુભાઇ રાઠોડ ધંધો મજુરી રહે કમઢીયા તા ગોડલ ની સામે હદપારની કાર્યવાહી કરી હતી.
આ કાર્યવાહી સુલતાનપુર પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. જે.એ.ખાચર તથા એ.એસ.આઇ. અનિલભાઇ ધંધુકિયા દ્વારા કરવામાં આવેલ છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
